________________
સહયોગ દાતા શ્રી વર્ધમાન ધનલક્ષ્મી જે.મૂ.પૂ. ધાર્મિક ટ્રસ્ટ,
બોરીજ, ગાંધીનગર
યોગનિષ્ઠ આચાર્યદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજની સિદ્ધ સાધના ભૂમિમાં વસેલા બોરીજમાં આવેલ પ્રભુશ્રી વર્ધમાનસ્વામીનું તીર્થધામ વિશ્વમૈત્રીધામ રૂપે વિકસી ચૂક્યું છે. ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરની નજીક આવેલ આ તીર્થના ૬૦૦ જેટલા શ્રેષ્ઠ શિલ્પીઓ દ્વારા નિર્મિત ભવ્ય જિનાલયમાં વિ.સં. ૨૦૫૯ મહા સુદ ૬, તા. ૭-ર-૨૦૦૩ના શુભ મુહૂર્ત પ. પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં વર્ધમાન સ્વામીની મહામંગલકારી પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી.
રાજનગરનાં વતની અને હાલ મુંબઈ રહેવાસી શ્રી નવીનચંદ્ર જગાભાઈ શાહના સુપુત્રોએ સ્વદ્રવ્યથી નિર્માણ કરેલ આ તીર્થ ભાવિ પેઢી માટે અનુમોદનીય અને જીવંત ઈતિહાસ બની રહેશે.
આ જિનાલય ધ્યાન અને શિલ્પના અભ્યાસુઓની તૃષા શમાવવા પરબની ગરજ સારે છે. જેમાં પ્રાચીન-અર્વાચીન શિલ્પકલાનો શુભ સમન્વય જોવા મળે
છે.
આ તીર્થસંકુલમાં શ્રાવક-શ્રાવિકાઓની પૌષધશાળા, યાત્રિકો માટે ધર્મશાળા, ભોજનશાળા, પરબ, મેડિકલ સેન્ટર, વાંચનાલય વિ. નિર્માણ પામી ચૂક્યા છે. આ તીર્થનું સંચાલન શ્રી વર્ધમાન ધનલક્ષ્મી છે. મૂ.પૂ. ધાર્મિક ટ્રસ્ટ દ્વારા થઈ રહેલ છે.
ટ્રસ્ટ દ્વારા પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન માટે સહયોગ આપી અમે ધન્યતા | અનુભવીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org