________________
૩૪૦
જૈન ધર્મ-દર્શન
નાખે. બી, અંકુર, છોડ, વૃક્ષ આદિ ઉપર તે પગ ન મૂકે, ન બેસે, ન સૂવે. હાથ, પગ, મસ્તક, વસ્ત્ર, પાત્ર, રજોહરણ, શય્યા, સંસ્તારક આદિમાં કીટ, પતંગ, કુંથુ, કીડી આદિ દેખાય તો તે તેમને સાવધાનીપૂર્વક એકાન્તમાં છોડી દે. દરેક જીવ જીવવા ઇચ્છે છે. કોઈ જીવ મરવા ઇચ્છતો નથી. જેમ આપણને આપણું જીવન પ્રિય છે તેમ બીજાઓને પણ તેમનું પોતાનું જીવન પ્રિય છે. તેથી નિર્પ્રન્થ મુનિ પ્રાણવધનો ત્યાગ કરે છે. અસાવધાનીપૂર્વક બેસવા, ઊઠવા, ચાલવા, સૂવા, ખાવા, પીવા, બોલવાથી પાપકર્મ બંધાય છે. તેથી ભિક્ષુએ બધી ક્રિયાઓ સાવધાનીપૂર્વક કરવી જોઈએ. જે જીવ અને અજીવને જાણે છે તે જ વસ્તુતઃ સંયમને જાણે છે. જીવ અને અજીવને જાણ્યા પછી જ સંયમી શ્રમણ જીવોની રક્ષા કરી શકે છે, તેથી જ કહેવામાં આવ્યું છે કે પહેલાં જ્ઞાન પછી દયા. જે સંયમી જ્ઞાનપૂર્વક દયાનું આચરણ કરે તે જ ખરેખર દયાધર્મનું પાલન કરે છે. અજ્ઞાની ન તો પુણ્ય-પાપને સમજી શકે છે, ન તો ધર્મ-અધર્મને જાણી શકે છે, કે ન તો હિંસા-અહિંસાનો વિવેક કરી શકે છે.
૧
--
પ્રાણાતિપાતવિરમણ વ્રતની સુરક્ષા માટે નીચે જણાવેલી પાંચ ભાવનાઓ છે (૧) ઈર્યાવિષયક સમિતિ એટલે કે ગમનાગમન સંબંધી સાવધાની, (૨) મનની અપાપકતા અર્થાત્ માનસિક વિકારરહિતતા, (૩) વચનની અપાપકતા એટલે કે વાણીની વિશુદ્ધતા, (૪) ભાંડોપકરણવિષયક સમિતિ અર્થાત્ પાત્ર વગેરે ઉપકરણ સંબંધી સાવધાની, અને (૫) ભક્તપાનવિષયક આલોકિતતા એટલે કે ખાનપાન સંબંધી સચેતતા. આ અને આવી જાતની અન્ય પ્રશસ્ત ભાવનાઓ અહિંસાવ્રતને સુદૃઢ કરે છે અને રક્ષે છે.
જેમ સર્વવિરત શ્રમણ જીવકાયની હિંસાનો સર્વથા ત્યાગ કરે છે તેમ તે મૃષાવાદ(અસત્ય)થી પણ સર્વથા વિરત થાય છે. અસત્ય હિંસાદિ દોષોનું જનક છે એમ સમજીને તે કદી અસત્ય વચન બોલતો નથી. તે હમેશાં નિર્દોષ, અકર્કશ, અસંદિગ્ધ વાણી બોલે છે. ક્રોધ, માન, માયા અનેં લોભમૂલક વચન તથા જાણીજોઈને અથવા અજ્ઞાનવશ બોલવામાં આવતાં કઠોર વચન અનાર્ય વચન છે. આ વચનો દોષયુક્ત હોવાથી ત્યાજ્ય છે. શ્રમણે સંદિગ્ધ અથવા અનિશ્ચિત દશામાં નિશ્ચયવાણીનો પ્રયોગ ન કરવો જોઈએ. સમ્યપણે નિશ્ચય થયા પછી જ નિશ્ચયવાણી બોલવી જોઈએ. સદોષ, કઠોર, જીવોને કષ્ટદાયક ભાષા ભિક્ષુ ન બોલે. તે સત્ય, મૃદુ, નિર્દોષ, અભૂતોપઘાતિની ભાષાનો પ્રયોગ કરે. સત્ય હોય તો પણ અવજ્ઞાસૂચક શબ્દોનો પ્રયોગ તે ન કરે પરંતુ
૧. દશવૈકાલિક, ૪.૧-૧૫.
૨. આચારાંગ, ૨.૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org