________________
૨૯૮
જૈન ધર્મ-દર્શન કર્મકાંડી મીમાંસક યજ્ઞ આદિ ક્રિયાઓને કર્મ કહે છે. સ્માર્ત વિદ્વાન ચાર વર્ણો અને ચાર આશ્રમોનાં કર્તવ્યોને કર્મની સંજ્ઞા આપે છે. પૌરાણિકો વ્રત, નિયમ આદિ ધાર્મિક ક્રિયાઓને કર્મ કહે છે. વ્યાકરણશાસ્ત્રમાં કર્તા જેને પોતાની ક્રિયા દ્વારા પ્રાપ્ત કરવા ઇચ્છતો હોય અર્થાત જેના ઉપર કર્તાના વ્યાપારનું ફળ પડતું હોય તેને કર્મ કહે છે. ન્યાયશાસ્ત્રમાં ઉલ્લેપણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન રૂપ પાંચ પ્રકારની ક્રિયાઓ માટે કર્મ શબ્દનો પ્રયોગ થાય છે. યોગ દર્શનમાં સંસ્કારને વાસના, અપૂર્વ અથવા કર્મ કહેવામાં આવે છે. બૌદ્ધ દર્શન જીવોની વિચિત્રતાઓના કારણને કર્મ કહે છે જે વાસનારૂપ છે. જૈન દર્શનમાં રાગદ્વેષાત્મક આત્મપરિણામ અર્થાત કષાય ભાવકર્મ છે તથા કાર્મણ વર્ગના પુદ્ગલ અર્થાત્ જડતત્ત્વવિશેષ જે કષાયના કારણે આત્મા અર્થાત્ ચેતનતત્ત્વ સાથે સેળભેળ થઈ જાય છે તે દ્રવ્યકર્મ કહેવાય છે. સંસારમાં આત્માની સ્થિતિ કર્મના કારણે જ છે. કર્મોનો સંપૂર્ણ ક્ષય થતાં આત્માની મુક્તિ અર્થાત્ પૂર્ણ વિશુદ્ધિ થઈ જાય છે. આ અવસ્થામાં કર્મપરમાણુ આત્માથી હમેશ માટે અલગ થઈ જાય છે.
વિભિન્નપરંપરાઓમાં કર્મ–જે અર્થમાં જૈન દર્શનમાં કર્મ' શબ્દનો પ્રયોગ થયો છેતેઅથવા તેને મળતા આવતા અર્થમાં અન્યદર્શનોમાં માયા, અવિદ્યા, પ્રકૃતિ, અપૂર્વ, વાસના, અવિજ્ઞપ્તિ, આશય, ધર્માધર્મ, અદષ્ટ, સંસ્કાર, દૈવ, ભાગ્ય આદિ શબ્દોનો પ્રયોગ થયો છે. વેદાન્તદર્શનમાં માયા, અવિદ્યા અને પ્રકૃતિ શબ્દોનો પ્રયોગ દેખાયછે. મીમાંસાદર્શનમાં અપૂર્વ શબ્દનો પ્રયોગ થયો છે. બૌદ્ધદર્શનમાં વાસના અને અવિજ્ઞપ્તિ શબ્દો વિશેષપણે વપરાયા છે. સાંખ્યયોગ દર્શનમાં આશય શબ્દ વિશેષતઃ વપરાયો છે. ન્યાય-વૈશેષિકદર્શનમાં અદૃષ્ટ, સંસ્કાર તથા ધર્માધર્મશબ્દો વિશેષપણે પ્રચલિત છે. દૈવ, ભાગ્ય, પુણ્ય-પાપ આદિ અનેક શબ્દો એવા છે જેમનો પ્રયોગ સામાન્યતઃ બધાં દર્શનોમાં થયો છે. ભારતીય દર્શનોમાં કેવળ ચાર્વાક દર્શન જ એવું છે જે કર્મવાદમાં વિશ્વાસ ધરાવતું નથી. ચાર્વાકદર્શન આત્મા અર્થાત ચેતનતત્ત્વના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કરતું નથી એટલે કર્મ અને તેના પરિણામરૂપ પુનર્ભવ અને પરલોકના અસ્તિત્વની આવશ્યકતા તે અનુભવતું નથી. ચાર્વાકદર્શન સિવાયનાં બાકી બધાં દર્શનોએ કોઈને કોઈ રૂપમાં અથવા કોઈને કોઈનામે કર્મનું અસ્તિત્વ સ્વીકાર્યું છે તથા તેમાંથી જ ફલિત થતા પુનર્ભવ અને પરલોકનું અસ્તિત્વ પણ માન્યું છે.
ન્યાયદર્શન અનુસાર રાગ, દ્વેષ અને મોહ આ ત્રણે દોષોથી પ્રેરિત થઈ જીવો મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરે છે. આ પ્રવૃત્તિના કારણે ધર્મ અને અધર્મની ઉત્પત્તિ થાય છે. આ ધર્મ અને અધર્મ સંસ્કાર કહેવાય છે. વૈશેષિક દર્શનમાં જે
૧. ન્યાયભાષ્ય, ૧.૧.૨. આદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org