________________
૩૮
જૈન ધર્મ-દર્શન
છઠ્ઠી શતાબ્દી છે. ભદ્રબાહુએ નીચે જણાવેલાં દસ આગમો ઉપર નિર્યુક્તિઓ લખી છે...(૧) આવશ્યક, (૨) દશવૈકાલિક, (૩) ઉત્તરાધ્યયન, (૪) આચારાંગ, (૫) સૂત્રકૃતાંગ, (૬) દશાશ્રુતસ્કન્ધ, (૭) બૃહત્કલ્પ, (૮) વ્યવહાર, (૯) સૂર્યપ્રજ્ઞપ્તિ અને (૧૦) ઋષિભાસિત. સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિતની નિર્યુક્તિઓ ઉપલબ્ધ નથી. ગોવિન્દ્રાચાર્યરચિત એક અન્ય નિયુક્તિ (ગોવિન્દનિર્યુક્તિ) પણ અનુપલબ્ધ છે. સંસક્તનિયુક્તિ બહુ પછીની રચના છે. પહેલાં કહી ગયા છીએ તે મુજબ ઓધનિર્યુક્તિ આવશ્યકનિર્યુક્તિમાંથી તથા પિંડનિર્યુક્તિ દશવૈકાલિકનિર્યુક્તિમાંથી અલગ કરાયેલા અંશો છે જેમની ગણના મૂલસૂત્રોમાં કરવામાં આવે છે. નિર્યુક્તિની વ્યાખ્યાનશૈલી બહુ પ્રાચીન છે.
ભાષ્યકારોમાં સંઘદાસગણિ અને જિનભદ્રગણિ વિશેષપણે ઉલ્લેખનીય છે. તેમનો સમય વિક્રમની સાતમી શતાબ્દી છે. જૈન આગમોનાં નીચે જણાવેલાં આઠ મહાકાય
ભાષ્ય ઉપલબ્ધ છે (૧) વિશેષાવશ્યકભાષ્ય, (૨) બૃહત્કલ્પલઘુભાષ્ય, (૩) બૃહત્કલ્પબૃહદ્ભાષ્ય, (૪) પંચકલ્પમહાભાષ્ય, (૫) વ્યવહારભાષ્ય, (૬) નિશીથભાષ્ય, (૭) જીતકલ્પભાષ્ય અને (૮) ઓધનિર્યુક્તિમહાભાષ્ય. આ બધામાંથી બૃહત્કલ્પલઘુભાષ્ય તથા પંચકલ્પમહાભાષ્યના પ્રણેતા સંઘદાસગણિ છે અને વિશેષાવશ્યકભાષ્યના રચના૨ જિનભદ્રગણિ છે. આ મહાકાયભાષ્યો ઉપરાંત આવશ્યક, ઓનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, દશવૈકાલિક આદિ ઉપર લઘુભાષ્યો પણ છે.
-
ચૂર્ણિકારોમાં જિનદાસગણિ મહત્તર વિશેષ પ્રસિદ્ધ છે. તેમનો સમય વિક્રમની આઠમી શતાબ્દી છે. નીચે જણાવેલાં આગમોની ચૂર્ણિઓ ઉપલબ્ધ છે — (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, (૪) જીવાજીવાભિગમ, (૫) જમ્બુદ્રીપપ્રજ્ઞપ્તિ, (૬) પ્રજ્ઞાપના, (૭) દશાશ્રુતસ્કન્ધ, (૮) બૃહત્કલ્પ, (૯) વ્યવહાર, (૧૦) નિશીથ, (૧૧) પંચકલ્પ, (૧૨) જીતકલ્પ, (૧૩) આવશ્યક, (૧૪) દશવૈકાલિક, (૧૫) ઉત્તરાધ્યયન, (૧૬) પિંડનિર્યુક્તિ, (૧૭) નન્દી અને (૧૮) અનુયોગદ્વાર. નિશીથસૂત્રની વિશેષચૂર્ણિ પણ ઉપલબ્ધ છે. દશવૈકાલિકની પણ બે ચૂર્ણિઓ છે એક અગસ્ત્યસિંહકૃત તથા બીજી જિનદાસકૃત. અનુયોગદ્વારના અંગુલ પદ ઉપર જિનભદ્રે અલગ ચૂર્ણિ લખી છે. ચૂર્ણિસાહિત્ય સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વપૂર્ણ છે.
સંસ્કૃત ટીકાકારોમાં આચાર્ય હરિભદ્રનું વિશેષ મહત્ત્વ છે. જૈન આગમો ઉપર પ્રાચીનતમ સંસ્કૃત ટીકાઓ તેમની જ છે. તેમનો સમય વિ.સં. ૭૫૭થી ૮૨૭વચ્ચેનો છે. હરિભદ્રે પ્રાકૃત ચૂર્ણિઓને આધારે જ ટીકાઓ લખી છે. વચ્ચે વચ્ચે દાર્શનિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org