________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. શિષ્ય–કૃપા કરીને મને એ બધું ટુંકામાં સમજાવા. અમને પિતાને તે એ અવકાશ કયાંથી જ હેય કે અમે જાતે તે સઘળા ગ્રંથને પાઠ કરી શકીએ? આપના જેવા પરોપકારી પુરૂષે દુધમાંથી માખણ બનાવીને આપે, તેના ઉપર જ અમારે તે નિર્વાહ ચાલે.
સૂરિ–જે તને કંટાળો આવતે ન હોય અને પૂર્વ પુરૂના કથન ઉપર શ્રદ્ધા હોય તે સાંભળ. એક મળોત્સર્ગના વિષયમાં જ કેટલું બધું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે? “રાખ અથવા છાણ જ્યાં પડયું હોય, જ્યાં ગાયે કુરતી-સ્ફરતી હાય, જ્યાં રાફડે આવેલ હેય, વિષ્ટા વિગેરે મલિન વસ્તુઓ જ્યાં પડેલી હાય, ઉત્તમ વૃક્ષ અથવા અગ્નિ સળગતે હોય, જ્યાં પાણી ભરવાનું કે વિસામે લેવાનું સ્થાનક હેય, એવે ઠેકાણે અથવા રાજમાર્ગ ઉપર, સ્મશાન નજીક કે નદીના કાંઠે, બનતાં સુધી મળ-મૂત્રને ત્યાગ કરે નહીં.” તેની સાથે વળી, એમ પણ કહેવામાં આવ્યું છે કે પવનને પ્રવાહ જે દિશામાંથી આવતા હોય, તે દિશા તરફ પિતાની પુંઠ ન કરવી જોઈએ. સ્ત્રીઓ અથવા પૂજ્ય પુરૂની દષ્ટિ–બહાર જવું જોઈએ, તેમજ પત્થર ઉપર પગ એવી રીતે મુકવા કે, જેથી ધીરે ધીરે મળ-મૂત્રનો ત્યાગ કરી શકાય. તે પછી કાંટે કે કાંકરે ન હોય એવી માટી લઈ, મળદ્વારની શુદ્ધિ કરવી. પછી બીજા–આડાં– અવળાં કામો રહેવા દઈ હત–પદાદિનું પ્રક્ષાલન કરવું.” આ બધી શાસિય વિધિ છેક બુદ્ધિમાન અને સુખની ઈચ્છાવાળા
For Private And Personal