________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. શિષ્ય–અકા કરીને પણ માત-પિતાદિને સંતોષ આપ એવું વિધાન કરવાનું શું કારણ?
સૂરિ–માત-પિતાની સેવા એ પણ એક ધર્મકાર્ય છે. ધર્મની ખાતર અધર્મ કરે એ જોકે અનુચિત છે, પણ અહીં અકાર્યો કરવાં જ એ કાંઈ આગ્રહ નથી. મતલબ એ છે કે પિતે જાતે દુઃખ સહીને ગમે તે ભેગે માતૃ-પિતૃ સેવા કરવી જ જોઈએ. તે અર્થે કદાચ ન કરવા યોગ્ય કાર્યો કરવા પડે તોપણ કરવાં. મનમહારાજને આશય એ ભક્તિનું ગૌરવ બતાવવાનું છે. આજકાલ જેઓ અસત્ય અને અપ્રમાણિકતાથી શ્રીમંત બની પોતાના વૃદ્ધ વડીલેને અનાદર કરે છે, તેઓ જે એટલું સમજે કે તેમની શ્રીમંતતા અને સંપત્તિને ખરે સદુપગ વડીલેની સેવામાં જ રહે છે, તે પણ ઘણું છે. શાસ્ત્રોમાં એમ સ્પષ્ટપણે પ્રબોધવામાં આવ્યું છે કે-જે વૃદ્ધ વડીલોની સેવા કરતા નથી, તેમનાથી ધર્મ વેગળે રહે છે અને જેઓ રાજાની સેવા કરતા નથી, તેમનાથી દ્રવ્ય વેગળું રહે છે.
શિષ્ય–આપશ્રીએ પ્રાત:કૃત્યેનું વર્ણન કરતાં પ્રસંગેપાત પિતૃભકિતને જે ઉપદેશ આપ્યો છે, તે મારા અંત:કરણમાં ઉંડા ઉતરી ગયેલ છે. હું કુદરતી રીતે જ મારાં વૃદ્ધ માત– પિતા અને સગાં-સંબંધીઓની સેવા કરવા ઉત્સુક રહ્યા કરું છું. કારણ કે હું માનું છું કે દેવ-દેવીઓ કરતાં પણ માત-પિતા પિતાનાં સંતાનો ઉપર અનેકગણું ઉપકાર કરે છે. દે તે
જ્યારે એકાગ્રતા પૂર્વક તેમની સેવા–ભક્તિ અને સાધના કરીએ ત્યારેજ પ્રસન્ન થઈ આપણું કલ્યાણ કરે, પરંતુ માતા-પિતા
For Private And Personal