________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ
ભગવે છે. વૃત્તભંગતા એ માનસિક દ્રઢતાની પુરેપુરી ખામી બતાવી આપે છે. ચંચળ વૃત્તિવાળાં સ્ત્રી-પુરૂષને વિશ્વાસ કરે એ પોતાની મેળે દુઃખ અને નિરાશાને આમંત્રણ આ પવા જેવું છે. જે સ્ત્રી કિવા પુરૂષ એકવાર પોતાના મનની સાથે નિશ્ચય કરી એક વૃત્ત કિંવા પ્રતિજ્ઞા લે અને બીજી ક્ષણે તે પ્રતિજ્ઞાને ભંગ કરે તેને વિશ્વાસ શી રીતે રાખી શકાય? જેઓ પિતાના વૃતને ભંગ કરે છે તેઓ પિતાની બુદ્ધિની ગેરહાજરી અને કાયરપણાને ઢઢેરે પીટાવે છે એમ કહેવામાં કઈ અતિશયોક્તિ નથી.
શિષ્ય–રાજદ્વારે જનારી સ્ત્રી વર્જનીય ગણાય તે શા માટે?
સૂરિરાજ પ્રપંચની કહાણી કઈ અનુભવીના મુખથી સાંભળશો તે તમને ખાત્રી થશે કે રાજવૈભવ બહારથી જેટલા મનહર અને લલચાવનારા લાગે છે, તેટલાજ અંતરમાં પ્રપંચે -પેચે અને પાપોથી ભરેલા હોય છે. રાજ પ્રપંચમાં પડયા પછી ધીર–વીર ગણુતા પુરૂષની વિશુદ્ધિ અને પ્રમાણિક્તા પણ ડગુ મગુ થવા લાગે તે પછી અબળા જાતીનું તો પૂછવું જ શું? રાજ પ્રપંચમાં અનેક પ્રકારના કાવતરાઓ ચાલતા હોય છે, જે સ્ત્રી એ કાવતરાઓમાં ભાગ લે છે તે પ્રાય: પિતાના ધર્મ અને શીલને ભૂલી જાય છે. એવી સ્ત્રી સાથે ગૃહસંસાર ભાગ્યેજ સુખમય નીવડે છે.
શિષ્ય–-પરણી અને વિધવા પ્રત્યેની આસક્તિ એ તે પ્રકટ વ્યભિચારજ ગણાય !
For Private And Personal