________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૨૦
વિવેક વિલાસ. રિ–અગ્નિમંડળનું ફળ આઠ મહીને, વરૂણ મંડ |ળના ઉત્પાતનું ફળ એક મહીને, મહેંદ્ર મંડળના ઉત્પતિનું ફળ સાત રત્રીઓ અને વાયુ મંડળનું ફળ બે માસે પ્રાયઃ પ્રકટ થાય.
શિષ્ય–દેશમાં મેંઘવારી-સુંઘવારી કે અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ કે સુકાળ-દુકાળ પડવાના હોય તે કેવી રીતે જાણ શકાય?
સુ–પુનમના દિવસે જે ઠરાવેલું નક્ષત્ર આવે છે તે મહિનાનું નક્ષત્ર ગણાય છે એ વાત તે તમે જાણતા જ હશે. દાખલા તરીકે ચૈત્રી પુનમને દિવસે ચિત્રા નક્ષરાજ આવે છે. હવે જે માસના નક્ષત્રથી પૂર્ણિમા ઓછી હેય તે વસ્તુ એ.ના ભાવ ઘટે, સરખી હોય તે ભાવ પણ સરખા રહે અને અધિક હોય તે ભાવ પણ ઉછાળો મારે એ સામાન્ય નિયમ છે. એક મહિનામાં પાંચ રવિવાર આવે તે પણ અશુભ ગણાય છે. અમાવાસ્યાના દિવસે જે રવિવાર હોય તો મેંઘવારી થાય એમ સમજવું. વળી ક સંક્રાનિત-(દક્ષિણાયન ) અને મકરસંક્રાન્તિ(ઉત્તરાયણ) રવિવારે, શનિવારે અથવા મંગળવારે થય તે મેંઘવારી, અતિવૃષ્ટિ, દુકાળ તથા યુદ્ધ પણ અનિવાર્ય જેવાજ થઈ પડે. તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુલ, અને મીન એ છ સંક્રાન્તિ પોતપોતાની તિથિથી ચલિત થાય તે દુકાલ આદિથી સર્વ જગતને પીડા થાય એવું
તિર્વિદ્યા વિશારદેનું માનવું છે.
For Private And Personal