________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિવ સંવાદ.
૨૮૭ વધુ ઉપયોગી થાય એમ ધારી મેં આજે આપને આટલે કીંમતી સમય લીધો છે. આચાર્ય મહારાજને જે જ્ઞાનઃાગરનું વિશેષણ લગાડવામાં આવે છે, તે ખરેખર સાર્થક છે. આપની પાસે એ કઈ વિધ્ય નથી કે જેમાં આપ ઉંડા ન ઉતરી શક્તા છે. આજે આટલેથીજ વાર્તાલાપ બંધ રાખીશું. હવે પછી હું દર્શનશાસા સંબંધી કિચિત્ માહીતી મેળવવાની જીજ્ઞાસા રાખું છું.
શિષ્ય–આજે ષ દર્શનની મુખ્ય મુખ્ય વાતે આગ્ની પાસેથી જાણવા ઈચ્છું છું. જેન, મીમાંસક, બૌદ્ધ, સાંખ્ય, રેવ અને નાસ્તિક એમ છે દર્શને મારા સાંભળવામાં આવ્યા છે. પણ તેમાં પરસ્પર શે ભેદ છે તેમજ તેમની તક પરંપરા કેવા પ્રકારની છે તે વિષે પ્રાય: અજ્ઞાન જ છું એમ કહું તો ખોટું નથી. સદ્ધર્મ સદુદેવ અને સંગુરની પ્રાપ્તિ કરી શકે એટલા માટે મનુષ્યએ દર્શન શાસ્ત્રને અભ્યાસ કરવો જોઈએ અને તેમાં જે નિર્દોષ-અબાધ અને સર્વજ્ઞ ભાષિત લાગે તેનો સ્વીકાર કરી માનવજીવન સફળ કરવું જોઈએ. દર્શન શાસના અભ્યાસથી આત્માને શાંતિ મળે છે, બુદ્ધિ નિર્મળ થાય છે એ યત કિંચિત્ અનુભવ મને થયો છે, પરંતુ મારી પામર મતિ વિવિધ દર્શનેના યથાર્થ સ્વરૂપને પામી શકી નથી.
સૂરિ—આપણે જેના દર્શનથી જ આજને વાર્તાલાપ શરૂ કરીએ. સ્વધર્મની બબીઓ જાણી લેવી અને તેનું માહા
For Private And Personal