________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૮૦૨
વિવેક વિલાસ રાત્મા” કહેવાય છે. ભય, આકાંક્ષા, વિક૯૫ અને કર્મને લેપ એ ચાર વાનાં જેનાં જતાં રહ્યાં હોય, જેના આત્મીય ગુણેને નાશ અથવા ક્ષય ન થઈ શકે એવા હોય–અર્થાત જેના અનંત ગુણ હોય એ જીવ પરમાત્મા” ગણાય છે.
શિષ્ય–પ્રત્યેક જીવ શું પરમાત્મા બની શકે?
સૂરિ–જેમ વનસ્પતીના પેગથી લોઢાનું સેનું થાય છે, તેમ જીવ પણ પરમાત્માના ધ્યાનથી પોતે જ પરમાત્મા બની શકે છે. ધ્યાનમાં આત્મવિચારણાને પ્રધાન સ્થાન આપવામાં આવે છે એ ભૂલવાનું નથી. આત્મવિચાર વિના કેવળ શાસ્ત્રમાં રહેલા ધ્યાનથી કાંઈ પણ ફળ નીપજતું નથી. પાણીમાં ફળોના પડછાયા પડેલા તે તમે જોયા હશે, તે પડછાયામાંના ફળ ખાવાથી શું કોઈને કદાપિ કાળે તૃપ્તી થાય ખરી? તેવીજ રીતે શાસ્ત્રમાં ધ્યાનનું વર્ણન કરવામાં આવ્યું છે એમ કહ્યા કરે, તે સંબંધી વિવેચન પણ મુખથી બે લ્યા કરે; પરંતુ આત્મવિચારણ સાથે ધ્યાનમાં પ્રવેશ ન કરે તો તેવા શાસ્ત્રગત ધ્યાનથી જીવનું શી રીતે કલ્યાણ થાય ? શિષ્ય–ધ્યાન કેટલા પ્રકારનાં છે અને તે ક્યા કયા?
સૂરિ–રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ, અને રૂપાતીત એ રીતે ચાર પ્રકારનાં સ્થાને સંસારરૂપ સમુદ્ર તરી જવામાં નીકા સ્વરૂપ ગણાય છે. સાધક પ્રથમ ધ્યેય વસ્તુનું રૂપ જુવે છે, પછી પદે કરી તે ધ્યેય વસ્તુની સ્તવના કરે છે, તે પછી પિંડને વિષે તન્મય થાય છે અને પછી અનુકમે રૂપાતીત થાય છે. એ રીતે ચાર પ્રકારના ધ્યાનની સંક્ષિપ્ત વ્યાખ્યા સમજી લેવી.
For Private And Personal