________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૪૧૭ જોઈને શામાટે ગભરાઈ જવું જોઈએ? અલ્પ ધન છતાં દાન દેવાની ઈચ્છા, દુ:ખ આવવા છતાં મનની સ્થિરતા, તથા મરણ સમિપ આવતાં છતાં ધીરતા એ સત્પરૂષને સામાન્ય સ્વભાવ જ હોય છે. તથાપિ મૃત્યુ મહા ભયંકર અને ત્રાસદાયક લાગતું હોય તે ફરીથી મરણ ન થાય એવું કાંઈ પણ કૃત્ય કરવું એ સર્વોત્તમ છે. સારા પુરૂષે પુનઃ પુન: જન્મ ધારણ કરી વિશ્વના કલ્યાણની ખાતર સંસારમાં આવતા હોય તે તે એક રીતે વખાણવા યોગ્ય ગણી શકાય. પરંતુ અવિરતી અને કષાયપરિપૂર્ણ જે પુનઃ પુનઃ જન્મ અને મરે એ તે ખરેખર તેમને માટે શરમભરેલું છે.
શિષ્ય–જીવને મૃત્યુ જ ન આવે એ કંઈ ઉપાય છે ખરે?
સૂરે–સર્વ વસ્તુઓની શક્તિ જણવા છતાં તથા સર્વ વસ્તુઓ પાસે હોવા છતાં શ્રી જીનભગવાનની જાણમાં પણ મૃત્યુને દુર કહાડવાનો કે આયુષ્ય વધારવાનો ઉપાય આવ્યા નહીં. એજ બતાવી આપે છે કે મૃત્યુ તે પ્રાણી માત્રને માટે અને નિવાર્ય જ છે. વિચાર કરે કે જગતમાં મૃત્યુ ન હોય તો આ લેકની શી સ્થિતિ થાય? સર્વ જીવના પૂર્વજો તે દૂર રહે, પણ દરેક જીવ જે જગતમાં સ્થિર રહે તે પણ આ આખા લેક તેટલાથી ભરાઈ જાય.
શિષ્ય–મૃત્યુ સુધરે એ તે કંઈ ઉપાય હશે ને?
For Private And Personal