________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪૪
વિવેક વિલાસ.
સરિ—ડાખી વાટેથી પ્રાણવાયુને શરીરમાં ભરી તે જ બાજુથી પાછા વાયુને મ્હાર કડ્ડાડવા અને એ રીતે મનને બ્રહ્મપદે લઇ જવું એવા વિધિ છે; પણ જો મન સ્થિર રહી શકતુ હાય તા રેચકાદિકના અભ્યાસની બહુ જરૂર પડતી નથી. મનની સ્થીરતા હાય તા વાયુ પણ પોતાની મેળે જ સ્થિર થઇ જાય છે. જેએ મન સ્થિર ન કરી શકતા હોય તેઓ ભક-રેચકાદિના વિધિથી લાભ મેળવી શકે.
શિષ્ય—મનને કાબુમાં શી રીતે લઇ શકાય ? સરિ—મન ઘણું ચંચળ છે. પ્રત્યેક અર્ધ નિમેષમાં તે તે ત્રણે લેાકમાં ફરી વળે એવી તેની ગતિ છે; છતાં આશ્ચર્ય જેવું તા એ છે કે તે યુકિતથી સ્થિર કરી શકાય છે. મનને કાઇ કોઇ સ્થળે સર્પની પણ ઉપમા આપવામાં આવે છે. ચંચળ મન જો કાંઇ આધા ન નડે તેા સર્પની માફ્ક પોતાની ઇચ્છાનુસાર ગમે ત્યાં ભરાઈ જાય અને એવે વખતે જો તેની સ્વચ્છંદતા સામે અવરોધ મુકવા જઇએ તો સર્પની પેઠે ક્ષેાભ પણ પામે છે. મનને સ્થિર થવામાં જે એક મહાન સંકટ અથવા વિજ્ઞ નડે છે તે અજ્ઞાનતાનુ છે. મન રૂપી નેત્ર જ્યાં સુધી અજ્ઞાનરૂપ અંધકારથી વીંટળાયેલું ડાય છે ત્યાં સુધી તે બિચારી
ન્ય દેખી શકતું નથી; અને તેથી તે વિષયમાં જ સુઝાયા કરે છે, સ્થિરતા પ્રાપ્ત કરવી અશકય થઈ પડે છે. અજ્ઞાનતા દૂર કરવા મનને ક્ષણે ક્ષણે સમજાવવુ જોઇએ કે * 4 હું મન ! જન્મ, મરણ, ધન અને દારિદ્ર એ
For Private And Personal