________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪૧૪
વિવેક વિશ્વાસ.
મૈથુન તથા બિલ્વવૃક્ષને વિષે અર્થ સગૃહ કરવાની જે સા રહેલી છે તે ચારે સંજ્ઞાએ જીવને વિષે હાય છે જ. સ્થાવર અને જંગમ જીવામાં પણ ક્રિયાની અપેક્ષાએ થાડુ ઘણુ ચૈતન્ય તે નિશ્ચયે કરીને હાય છે જ, એમાં શંકા કરવા જેવુ નથી.
શિષ્ય—તા પછી મનુષ્યમાં જ્ઞાનનું વધતા-ઓછા પણ્ કેમ જોવામાં આવે છે એમ કાઈ પૂછે તે ? સરિ—સત્તામાં તે સઘળા આત્માઓમાં જ્ઞાન સરખું જ હાય છે; પણ મતિ, શ્રુતિ, અવધી, મન: પર્યં વ તથા કેવળ એ પાંચ નિર્મળ જ્ઞાનામાં કેટલું ક કોઇ ઠેકાણે જ્ઞાન તરાયના તુટવાથી જ પ્રકટ થાય છે. એમાં અંતરાય કર્મોના ક્ષય જેટલા પ્રમાણમાં હાય તેટલા જ પ્રમાણમાં જ્ઞાન શક્તિ ખીલે. ચિત્તની વ્યાખ્યા પણ આ સ્થળે સમ” લેવી જોઇએ. અતીત અનાગત અને વર્ત્ત માન એમ ત્રણે કાળના વિષયની ચિંતાને હુંમેશા ધારણ કરનારૂ તથા નાનાવિધ સંકલ્પ-વિકલ્પવાળુ ચિત્ત હોય છે. નાસ્તિકા જો આવી રીતે તથ્ય ગ્રહુણુ કરવાની જીજ્ઞાસાવૃત્તિથી વિષય ચર્ચ તેા તેમને સાવ નિરૂત્તર જ થવાના પ્રસંગ આવે. નાસ્તિકાની નિ:સાર દલીલેા આસ્તિકા પાસે બીલકુલ ચાલી શકતી નથી. ખરૂં જો પૂછો તો નાસ્તિકને પ્રશ્ન કરવાની પણ સત્તા નથી. પર ંતુ તેમના નાસ્તિકપણાના અહંકાર જ તેમને બધુ ખેલાવે છે.
શિષ્ય—આપણા ધ્યાનના મૂળ વિષય હતા તે મુકી દઇ આસ્તિક-નાસ્તિકની ચર્ચામાં ઉતરી પડયા.
For Private And Personal