________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪૦૭
સૂર શક સંવાદ. અને તે ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ તે ઉગેજ જાય છે એ એક હે, આશ્ચર્ય ગણાય છે. અતિ સૂક્ષ્મ પરમાણુ અને સર્વવ્યાપી આકાશ એ બને વસ્તુને પિતાના માહામ્યથી જીતનારા પરમાત્મા હંમેશા વંદનીય જ છે. તેમના સ્મરણ માત્રથી સંસાર સાગર સેષાઈને ખાબોચીયા જે બની જાય છે. અગત્ય ઋષિ જેવી રીતે સમુદ્રનું પાન કરી ગયા હતા તેવી રીતે પરમાત્માના ધ્યાનથી સંસાર પણ એક કોગળા જેટલો જ બની જાય છે. આત્માની અનેક બાદ્ધિ-સિદ્ધિઓને ભૂલી જઈ જે લેકે બાહ્ય દ્રવ્ય-ધન-દૌલત પ્રાપ્ત કરવા તનતોડ પ્રયત્ન કરે છે તેમની સ્થિતિ ખરેખર દયાજનક જ ગણાવી જોઈએ. ભંડારમાં અસંખ્ય દ્રવ્ય ભર્યું હોય અને છતાં ઘરે ઘરે ભીખ માગવા જાય તેના જેવી બીજી મૂર્ખતા કઈ હોઈ શકે? આત્માની સમૃદ્ધિને પાર હજી સુધી કઈ પામી શકયું નથી. એવી સમૃદ્ધિ પ્રાપ્ત કરવા પ્રતિ જે લોકો બેદરકાર રહે છે તેઓ સાચું સુખ શી રીત પ્રાપ્ત કરી શકે? તેમના ભાગ્યમાં તો રખડવાનું અને કુટાવાનું જ નિમાયેલું હોય છે. કસ્તુરીવાળો મૃગ જેવી રીતે પિતાની નાભીમાં કસ્તુરી હોવા છતાં કસ્તુરીની ખાતર જંગલમાં રખડી-રખડી પોતાનું જીવન નિષ્ફળ ગુમાવી નાખે છે, તેવી રીતે આત્માની શક્તિ અને સમૃદ્ધિ ઉપર વિશ્વાસ નહીં રાખનારા મનુષ્ય પણ પિતાનું જીવન વ્યર્થ જ વિતાવી નાખે છે, એમ કહીએ તે ખોટું નથી.
શિષ્ય––સંસાર, મેક્ષ તથા સ્વર્ગગામીને શો અર્થ કરે જોઈએ ?
For Private And Personal