________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૪૦પ
સર્વ પિત પિતાના કાળે થયા જ કરે છે! તું ફેગટ એની ચિંતા અને હાયય કરી શા માટે વ્યથિત થાય છે? તારે એ બધાની સાથે ક્યાં લાંબો સંબંધ છે?” આવી રીતે વિકમય પ્રશ્નોમાં મનને તલ્લીન કરવાથી અને એગ્ય માર્ગ વાળવાથી તે કાબુમાં આવી જાય છે. પછી તે જેમ પવન વિનાના ઘરમાં દીપક સ્થિર રહે તેમ મનની સર્વ વાસનાઓનો લકંથવાથી પંડિત પુરૂ િજગતમાં સિદ્ધની પેઠે નિરંતર સ્થિર થઈને રહે છે. મનસ્થિરથવાથી અમૂલ્ય તત્ત્વવિચારરૂપ રત્ન પણ સહેજે પ્રાપ્ત થઈ જાય છે.સમુદ્રમાં જયારે મેજા ઉછળતા બંધ થઈ જાય ત્યારે સમુદ્રના તળીયે રહેલા રને પ્રગટ પણે જોઈ શકાય. તેવી જ રીતે વિકજેને સર્વથા અભાવ થવાથી આત્માની શૈતન્ય તિ પ્રગટ થાય છે અને એ જ્યોતિમાં અનેક અણમૂલ રત્ન સામગ્રી પ્રાપ્ત થઈ શકે છે. મન સમતાને પ્રાપ્ત થાય તે પછી ઇંદ્રિયને વિષયને વિષે જોડવાની કે વિષયથી વારવાની જરૂર રહેતી નથી. મનની સમતા પિતાની મેળે જ ઈદ્રિને શાંત કરી દે છે. ઇંદ્રિય સ્વાભાવિક રીતે જ પિત–પિતાના વિષયને વિષે દેડી જાય છે. પણ તે ઇન્દ્રિયેની પાછળનું મન જે રાગ-દ્વેષથી મુક્ત હોય તે તેથી બહુ હાની થતી નથી. મનની વિશુદ્ધિ ઉપર જ ઘણે ખરે આધાર રહેલો છે એ વાત તમે સમજી શક્યા હશે. મનના આદેશમાં રહેલે ઇદ્રિને સમુહ પોતાની ઈચ્છા માફક ભલે ગમે તે વિષયને વિષે જાય; પણ તેને વાળ નહીં. કારણ કે બળાત્કારથી વાળવા જતાં તે સિંહ સરખો લોભ પામે છે.
For Private And Personal