________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
જોઈએ ને? એક ચારને જીવતો તેળીએ અને પછી તુરતમાં જ તેને શ્વાસરોધથી મારી નાખીને તળીએ તોપણ તેલમાં કંઈ વધઘટ થતી નથી તેનું શું કારણ?
સૂરિ–પાણું ભરવાની જે મશક આવે છે તે તે તમે જોઈ હશે. એ મશકને ખાલી તોળીએ કે પવન ભરીને તેળીયે તે પણ તેના વજનમાં કંઈ ફેરફાર થતું નથી તેનું શું કારણ? પવનનું જેમ વજન થઈ શકતું નથી તેવી રીતે જીવનું પણ વજન થઈ શકતું નથી. વજન થાય તે જે વસ્તુ સિદ્ધ થાય એમ માનવું એ બુદ્ધિભ્રંશતા છે.
શિષ્ય—નાસ્તિકે કંઈ એટલી યુક્તિઓ સાંભળીને જ બેસી ન રહે, કેટલાક નાસ્તિક કહે છે કે “ચૈતન્ય માનવામાં અમને હરકત નથી, પણ તે ચેતન્ય કેવું છે? જેમ જળ, લેટ વિગેરે વસ્તુઓના મિશ્રણથી એક નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે અને વિવિધ દ્રવ્યના મિશ્રણથી મધમાં માદક શકિત આવે છે તેવી રીતે અચેતન પાંચ મહાભૂતના સંમેલનથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, તેજ જે જીવસ્વરૂપ મનાતું હોય તે અમે તેટલું માનવાને તૈયાર છીએ.”
સૂરિ—પણ ચૈતન્ય તેવું મિશ્રણજન્ય નથી એ વાતની જેવી જોઈએ તેવી ખાત્રી આપી શકાય તેમ છે. વસ્તુઓ જુદી જૂદી હોય છતાં એ વસ્તુઓના મિશ્રણમાં કંઈક અદ્ભુત પ્રકારની શક્તિ આવી જાય એમ માનવું એ અસંગત છે. મિશ્રણમાં તેજ શક્તિ આવી શકે કે જે મૂળ પદાર્થમાં છેડે
For Private And Personal