________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૪૯ કારણ કે પાપ-પૂણ્યને સમૂળો નાશ થાય ત્યારે જ મુક્તાવસ્થા મળે એ જગપ્રસિદ્ધ નિયમ છે. કહેવાની મતલબ એટલી જ છે કે પાપ-પુણ્ય બન્નેને વિષે સમતા રાખવી એ મુમુક્ષુઓને આંતરિક ઉદ્દેશ હોય છે. તમારે પણ સંસારમાં જ્યાં કાંઈ સુખ જેવું જણાય ત્યાં દ્રષ્ટિકમ કે દ્રષ્ટિને ભેદ સમજી તે પ્રત્યે ઉદાસીન ભાવ જ ધારણ કરે. વેદ, યજ્ઞ, તપસ્યા, શાસ્ત્ર, સંયમ એ સર્વેને એકઠા કરીએ તે પણ તે બધા સમતાની બરાબરી કરી નથી શકતા. તત્વના વિચારકે સમતા પ્રાપ્તિના રાજમાર્ગે પ્રયાણ કરવા પિતાને અભ્યાસ ચાલુ રાખે છે. પછી તે ગમે તે ધર્મ કે સંપ્રદાયના હેય તેની ચિંતા કરવાની રહેતી નથી. જૂદા જૂદા રંગની સર્વ ગાયને વિષે દૂધ તે એક જ પ્રકારના રંગનું હોય છે તેમ ધર્મનું બાહ્ય સ્વરૂપ જૂદા જૂદા પ્રકારનું હેવા છતાં પરમ તત્ત્વ તે એકજ હોય છે અને તત્વના અભ્યાસીઓ એજ તત્ત્વને સ્વીકાર કરી આત્મહિતના માર્ગમાં આગળ વધે છે.
શિષ્ય–ચાર્વાક આદિનાસ્તિકે જે આત્માને અસ્વીકાર કરે છે તેમને કાંઈ યુક્તિપૂર્વક ઉત્તર આપવામાં આવે છે શું?
સરિ–તેમની વિચિત્ર શંકાઓ અને તેના અસરકારક ઉત્તરે જાણવા જોગ છે. તેઓ એક એવી દલીલ કરે છે કે
મોઢે લાખ ચોટાડી મજબુત બંધ કરેલી કોઠીમાં એક ચાર રાખ્યું હતું, તે મરણ પામ્યો. હવે છિદ્ર વિનાની તે વસ્તુમાંથી
For Private And Personal