________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૪૯ સૂરિ–કુર અને ચર કાર્યો, આ સૂર્ય સ્વર વખતે ઉચિત ગણાય છે. દાખલા તરીકે વિદ્યારંભ કરે હેય, ધ્યાન-સાધના તથા મંત્ર કે દેવની આરાધના કરવી હોય, અરજી કરવી હિય, વૈરી સાથે લડત ચલાવવી હોય, સર્પનું ઝેર ઉતરાવવું હોય, વિનની શાંતિ કરવી હોય, હાથી-ઘડા જેવાં વાહનેપાગી પશુ ખરીદવા હેય, ભેજન-સ્નાન–વ્યાપાર વિગેરે કરવાં હોય, સ્ત્રીને તુદાન દેવું હૈય, વૈરીના મકાનમાં દાખલ થવું હોય, કેઈની પાસેથી રૂપિયા ઉછીના લેવા હોય, અથવા દેવા હોય તો સૂર્ય સ્વરમાં લાભદાયક થાય. સ્વરની અદલ–બદલ થવાની હોય તે વખતે પાંચ-સાત મીનીટ સુધી બન્ને સ્વર ચાલે છે, તેને સુખમ્ના કહે છે. આ સ્વર ચાલતું હોય તે વખતે કંઈ પણ કાર્ય ન કરવું. કારણ કે તે સમયે કાર્ય કર વાથી લાભને બદલે ઉલટી હાની થાય છે.
શિષ્ય–કયારે કઈ નાડી ચાલતી હોય તે શ્રેષ્ઠ ગણાય?
સરિ–મહીનામાં કૃષ્ણ પક્ષ તથા શુકલપક્ષ એમ બે પખવાડીયા આવે છે, તેમાં અંધારીઆને સ્વામી સૂર્ય અને અજવાળીયાને સ્વામી ચંદ્ર ગણાય છે. હવે જે કૃષ્ણપક્ષની પ્રતિપદાના દિવસે પ્રાત:કાળે સૂર્યસ્વર ચાલે તે આખું પખવાડીયું આનંદમાં પસાર થાય. શુક્લ પક્ષની પ્રતિપદાના દીવસે પ્રાત:કાળે સ્વર ચાલે તો તે પખવાડીયું બહુ સુખ અને આનંદ આપનારું થઈ પડે. તેથી ઉલટું જે બને અર્થાત્ ચંદ્રની તિથિમાં (શુકલપક્ષની પ્રતિપદાના પ્રાતઃ કાળે) સૂર્ય સ્વર
For Private And Personal