________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૮૪
વિવેક વિલાસ.
અભયદાન છે. શત્રુને પણ તેના દુશમનેથી અભય આપવું એ જેમ ક્ષત્રીને ધર્મ છે, તેવી જ રીતે પ્રાણીમાત્રને પિતાના આત્મવત્ લેખી તેમનું રક્ષણ કરવું એ દ્વિતીય દાનને એક પ્રકાર મનાય છે. ધપકરણ દાનમાં વસ્ત્રદાન તથા પાત્રદાનને સમાવેશ થઈ જાય છે. જે ત્યાગી જ્ઞાની અને સંયમી પુરૂષને વસ્ત્ર કે પાત્ર વિગેરેની આવશ્યક્તા હોય તેમને તે માન અને ભક્તિ પૂર્વક અર્પણ કરવા એ આ તૃતીય દાનને મુખ્ય ક્ત છે. શું અનુકંપા દાન–-કઈ પ્રાણીને ભૂખ-તરસ કે પરિશ્રમથી રીબાતું જેમાં તેને આહાર, પાણે કે આશ્રય આપી ગાતા ઉપજાવવી એ આ ચતુર્થ પ્રકારનો મૂળ ઉદ્દેશ છે. ધમી પુરુષે આ ચારે દાનના સ્વરૂપ વિચારી યંગ્ય પ્રસંગે તેનું પાલન કરવા ચકતા નથી. એક વાત ખાસ યાદ રાખવાની છે કેકેવળ દાન કરવાથી જ ધર્મની પ્રાપ્તિ થાય એમ માની લેવાનું નથી. દાનશીલતાની પાછળ ધર્મબુદ્ધિ જોઈએ, શુભ ભાવના જોઈએ, ભૂત દયા . કેટલાક લોકો પોતાની પ્રસિદ્ધિને ખાતર મહેટા મોટા દાને કરે છે; પણ તેવા કીર્તિદાનની વિવેકી પરૂ બહુ પ્રશંસા કરતા નથી. કીતિની ખાતર દાન કરવું એ એક પ્રકારનું વ્યસન ગણાય છે. વ્યસનમાં લાંબે વિવેક કે સાહદયતા નથી હોતી અને તેથી દાન દેનારની આ ત્મિક પ્રગતિમાં તેવું દાન સહાયક થઈ શકતું નથી. દાન આપતી વેળા પાત્ર પાત્રને પણ વિદ્યા કરવાનો છે. કુપાત્રે દાન આપવું તે પણ કલ્યાણકારી નથી. કારણ કે સપને
For Private And Personal