________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
ઉપર ચિરસ્થાયી અસર કરે તેને ભાવના કહેવામાં આવે છે. મનુષ્ય વૈરાગ્ય વેગ પાળી શકે એટલા માટે બાર ભાવનાઓ, રૂપી ભૂમિકા શાસ્ત્રકારે નકકી કરી છે. (૧) અનિત્ય ભાવના (૨) અશરણ ભાવના (૩) સંસાર ભાવના (૪) એકત્વ ભાવના (૫) અન્યત્વ ભાવના (૬) અશુચી ભાવના (૭ કે આશ્રવ ભાવને (૮) સંવર ભાવના (૯) નિર્જરા ભાવના, (૧૦) લોક ભાવના (૧૧) બેધિદુર્લભ ભાવના અને (૧૨) ધર્મ ભાવના. આ ભાવનાઓની સાથે જે શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરવામાં આવે તે મોક્ષ પ્રાપ્તિમાં તે અગત્યનો ભાગ ભજવે આંધળા અને પાંગળાના મેળાપથી જેમ એક બીજા પરસ્પરને પરમાપયેગી થઈ પડે તેવી રીતે ક્રિયાની સાથે જ્ઞાનજન્ય ભાવ નાઓ પણ પરસ્પરને સહાયક થઈ પડે એ નિર્વિવાદ છે.
પહેલી અનિત્ય ભાવના દ્વારા આ જગતની અનિત્યતાને વિચાર કરવાનું છે. આ શરીર, યુવાવસ્થા, ધન દેલત અને એ સિવાય સઘળા પ્રકારના સુખ સંજોગ અનિત્ય છે એમ માની સંસાર ઉપરને મેહ દૂર કરવા પ્રયત્ન કરે. બીજી અશરણ ભાવના દ્વારા, આ જગતના પદાર્થો કે સગા સંબંધીઓ પણ અંતે કંઇજ કામ આવતા નથી એમ ચિંતા વવાનું છે. ઇંદ્ર તથા ચક્રવત્તી વિગેરે પણ કાળ મર્યાદા પુરી થયે મરણ પામે છે, તેમને એક ઘડી પણ કઈ બચાવી રાખી શકતું નથી. તો પછી અન્ય સામાન્ય નર નારીઓની તે વાતજ શું પૂછવી? જગતમાં મરણ સમયે કઈ કોઈને શરણ આપી
For Private And Personal