________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ,
૩૮૬
શકતું નથી. સૌને પિતાની આયુષ્યની મુદત પુરી કરીને ચાલી નીકળવું પડે છે. આવી ભાવના ભાવી આત્માને સ્થળ બંધનોથી અલગ કરતા જવું અને સાથે સાથે સૂક્ષ્મ શકિતઓની ખીલવટ કરવી એ આ ભાવનાને હેતુ છે. ત્રીજી સંસાર ભાવ ના છે. એ ભાવના દ્વારા સંસારની અસારતા વિચારવાની છે. ને આ રીતે કે જીવ સંસાર રૂપ નાટકમાં નાટકીયાની પિડે કર્મના ગે ઉત્તમ, મધ્યમ તથા અધમ એવા નાનાવિધ વેષ ધારણ કરે છે, વસ્તુત: તે તેની મૂળ અને ચિરસ્થાયી સ્થિતિ નથી. આમ વિચારી વૈરાગ્યવાન થવું એ આ ભાવનાને ઉપદેશ છે. સંસાર ભાવના વડે રાગ-દ્વેષને ત્યાગ કરતા શીખવું જોઈએ. સંસાર દુખમય છે, પરિવર્તન શીલ છે અને જન્મ મરણના ચકમાં ફરતાં ખરી રીતે લેશ માત્ર સુખ નથી એવી દ્રઢ માન્યતા રાખવી. ચોથી એકત્વ ભાવના દ્વારા આત્માનું એકાકીપણું ચિંતવવાનું છે. જીવ એકલે જન્મ લે છે, મરાણ પણ એકલે જ પામે છે અને સુખ-દુ:ખ પણ તે એળે જ ભગવે છે, બીજો કોઈ પણ તેના જન્મ-મરણ અને સુખ–દુઃખાદિમાં ભાગ પડાવી શકતું નથી. પાંચમી અન્યત્વભાવના દ્વારા સમજવાનું કે જેવી રીતે આત્મા એકલાજ કર્તા અને ભેતા છે તેવી રીતે સર્વ વસ્તુઓથી અર્થાત્ દેહ, ધન, બાંધવ, મિત્ર વિગેરેથી તદ્દન ન્યારે છે. દેહ, બાંધવ કે ધનની ચઢતી પડતીમાં આત્માએ રાગ-દ્વેષ ન માનવે જોઈએ, છઠ્ઠી અશુચી ભાવના મનુષ્યને તેના દેહનું યથાર્થ સ્વરૂપ સમજવામાં મદદ
For Private And Personal