________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૦
વિવેક વિલાસ. કરે છે. જે દેહ ઉપર આટલો બધો મેહ રાખવામાં આવે છે. જે દેહની ખાતર ન્હાનાં–મહેટાં પાપ કર્મો કરવામાં આવે છે, તે દેહ કેવા અપવિત્ર પદાર્થોથી ભરેલું છે તેનું અશુચી ભાવના દ્વારા મનુષ્યને જ્ઞાન થવું જોઈએ. રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજા અને વીર્ય એ સાત ધાતુઓથી બનેલું અને નવ દ્વારથી વીંટળાયેલું એવું શરીર પવિત્ર ક્યાંથી હોઈ શકે અને એવા અપવિત્ર દેહ ઉપર બહુ મેહ રાખવો એ સુજ્ઞ પુરૂષને કેમ છાજે? હવે આત્મા કેવી રીતે નિર્મળ અને પ્રગતિશીલ બને એ સવાલ ઉભું થાય છે. આત્મા શું છે તે સમજાયા પછી અને દેહ તથા સંસારનું સ્વરૂપ વિચાર્યા પછી આત્માને કર્મ રૂપી જે મેલ લાગે હોય તે દૂર કરવા ઉજમાળ થવું જોઈએ. કર્મો કેવી રીતે આત્માને લાગે છે અને શી રીતે તેમને અટકા વવા તેમજ વિખેરી નાખવા એ વિધિનું સૂચન આશ્રવ, સંવર તથા નિર્જરા ભાવનામાં થાય છે. મિથ્યાત્વ, અવિરતી, કષાય, વિષય, પ્રમાદ તથા આર્તન્દ્ર ધ્યાન આદિ જે થી આત્મા ને કર્મ વળગે છે તે તેનું જ્ઞાન મેળવવું અને ભાવને કે એ દોષ મારામાંથી દૂર થવા જ જોઈએ. આ ભાવના આશ્રવ ભાવનાના નામથી ઓળખાય છે. નવાં કર્મ આત્માને વળગે નહીં તેટલા માટે કર્મ વળગે તેવા દેને નિષેધ કરે અર્થાત સમ્યગ જ્ઞાનના શસ્ત્ર વડે મિથ્યાત્વને હઠાવવું, વિરતી દ્વારા અવિરતીને રેપ કરે, ક્ષમા વડે કૌધને પરાજય કરે ઈત્યાદિ વિધિને સંવર ભાવ
For Private And Personal