________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ,
?
(૧૩) શિષ્ય—-આપણે વાર્તાલાપ સમાપ્તિને પામે તે પહેલાં તત્વના સંબંધમાં કંઈક જાણવાનું મળે એવી હારી નમ્ર પ્રાર્થના છે.
સૂરિ–તમારી આ તત્વજ્ઞાસા સાંભળી મને ખરેખર અત્યાનંદ થાય છે. અત્યાર સુધી મેં તમારી યાચનાને માન આપી કેટલાક વ્યવહારના તથા પરમાર્થને વિષય ચર્ચા છે; પરંતુ તત્વ સંબંધી વાત કરવાને જે જોઈએ તે પ્રસંગ મળ્યો નથી. ખરું છે કે પૂર્વભવના શુભસંસ્કારથી અથવા સદગુરૂના પ્રાસાદથી જ કોઈ શુદ્ધ મનવાળા જીવને તત્વ જાણવાની–સમજવાની જીજ્ઞાસા થાય છે. પાંજરા ઉપર મહાઈ રહેલા પામર મનુષ્ય પાંજરાને જ યત્નથી સાચવ્યા કરે છે પણ તેમાં રહેલા હંસ રૂપજીવનું શું થાય છે તેની તેઓ બહુ પરવા રાખતા નથી. પાંજરાનું રક્ષણ કરવું એ જ્ઞાન અલબત્ત જરૂરનું છે, પણ તેના કરતાં એ અધિક જરૂરનું તો જીવનું કલ્યાણ કેમ થાય તે ચિંતવવાનું છે. તમને આજે જીવ તત્વ સમજવાની ઈચ્છા ઉદ્ભવી એ તમારૂં સદ્ભાગ્ય સૂચવી આપે છે. જગતમાં એવા ઘણા પંડિત મળી આવશે કે જે વિવિધ કળાઓ અને પ્રપંચોના સંબંધમાં અસાધારણું જ્ઞાન ધરાવતા હિય; પરંતુ જ્યાં સુધી અધ્યાત્મ વિદ્યાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી બીજી કઈ પણ કળા કે શાસ્ત્ર જીવનું શ્રેય કરી શકતું નથી. જેવી રીતે અજ્ઞાન લેકેને સંસાર પાત્ર-વાસણ વિગેરે સાધનોથી
For Private And Personal