________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
હોય તેની કલ્પના થઈ શકતી નથી. જેઓ એ ચાર વસ્તુઓનું યથાયોગ્ય સ્વરૂપ વિચારી શક્તા નથી તેમને ધર્મની વાતે કરવાને પણ અધિકાર મળી શકતું નથી. મારે અમુક ધર્મ શ્રેષ્ઠ છે” એમ ઘણા માણસે વાતવાતમાં કહ્યા કરે છે અને વસ્તુતઃ પિતાના ધર્મ સંપ્રદાયનું સને જૂનાધિક પ્રમાણમાં અભિમાન હોય એ સ્વાભાવિક છે. એક સ્થળે શ્રેષ્ઠ ધર્મનું સ્વરૂપ સમજાવતાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે –“તપસ્યા, ક્ષમા, મૃદુતા, આર્જવતા, સત્ય, પવિત્રતા, અપરિગ્રહ, દયા, બ્રહ્મચર્ય અને દાન એ દસ વસ્તુઓ જેમાં હોય તે ધર્મ શ્રેષ્ઠ ગણાય છે.” ધર્મ પરીક્ષામાં આ વાત યાદ રાખવી જોઈએ, તેમજ ઉક્ત દસ વાતોમાંથી કઈ વાતનું પાલન આપણાથી થાય છે તેને આત્મસાક્ષીએ વિચાર કરીને જ પિતાની ધાર્મિકતાની બડાઈ હાંકવી જોઈએ. કેટલાક માણસે તપ, ક્ષમા, દયા, સત્યને નામે મોટું આમળા જેવું મીંડુ મુકાવતા હોય; છતાં પરમ ધાર્મિક પુરૂમાં ખપવાને દંભ કર્યા વિના રહેતા નથી. સાચા ધામિકની અને ધર્મની પણ કસે ટી ઉક્ત કથન ઉપરથી સહેજે કરી શકાય છે.
શિષ્ય—ધર્મો બહારથી જોતાં તે બધા એક સરખા જ લાગે છે!
સૂરિ–ગાયનું દૂધ અને આકડાનું દૂધ હારથી જોતાં તો એક સરખું જ સ્વચ્છ અને શુભ્ર જણાય છે, પરંતુ તેટલા જ ઉપરથી તે બન્નેમાં એક જ પ્રકારના ગુણ છે એમ ક બુદ્ધિ,
For Private And Personal