________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૪૦
કેટલાક કારણેાને લીધે ગૃહસ્થા આ વિષયના સંપૂર્ણ, અભ્યાસ કરી શક્તા નથી. પહેલી વાત તેા એજ છે કે આ વિષય ઘણા કઠિન છે અને તેમાં અનેક સાધનાની આવશ્યક્તા પડે છે. બીજું આ વિષયના જે પ્રાચીન ગ્રંથો મળી આવે છે તેમાં ઘણી વાતા અતિ કઠિન તથા સંક્ષિપ્ત હેાય છે. તેથી તે સહેલાઇ પૂર્વક સમજી શકાતી નથી. ત્રીજું આજકાલ એ વિષયનુ ગુરૂગમ પૂર્વક જ્ઞાન આપી શકે એવા યાગી—મહાત્માએ દુ ભ છે. આટલી મુશ્કેલીઓ છતાં તેની પાસે લાગ્યા રહે છે તેઓમાં ભાગ્યે જ કાઇ કુત્તેહુમ થાય છે. શિષ્ય-સ્વર શાસ્ત્રનું સ્વરૂપ તથા તેના આવશ્યક નિયમ
કયા કયા છે?
સરિ—નાસિકાની અંદરથી જે શ્વાસ નીકળે છે તેને સ્વર કહેવામાં આવે છે. સ્થિર ચિત્તે તે વિષે વિચાર કરવાથી શુભાશુભ કાર્યોના નિ ય થઈ શકે છે. આ સ્વરના સબંધ નાડીઓ સાથે હુંાય છે. શરીરમાં નાડીઓ તે જો કે ઘણી છે, પણ તેમાં ૨૪ નાડીયા મુખ્ય ગણાય છે. ૨૪ માં પણ ૯ નાડીએ અતિ પ્રધાન અને ૯ માં ચે ત્રણ નાડીયા અતિશય પ્રધાન મનાય છે. એ ત્રણના નામ અનુક્રમે ઇંગલા, પિંગલા અને સુષુમ્ના છે. નાકની જમણી તરફથી જે શ્વાસ નીકળે છે. તેને ઇગલા નાડી અથવા સૂર્ય સ્વર કહેવામાં આવે છે. ડાખી તરફથી નીકળે તેને પીંગલા નાડી અથવા ચંદ્રવર કહેવામાં આવે છે તથા બન્ને બાજુએથી સમાન શ્વાસ નીકળે અથવા થાડી
For Private And Personal