________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
(૧૨) શિષ્ય–આત્મકલ્યાણના સાધકોએ પાપ-પુણ્યનો બંધ કેવી રીતે થાય અને તેની નિર્જરા શી રીતે કરી શકાય એ વિષય બરાબર સમજી લેવે જોઈએ એમ આપે ઘણી વાર કહ્યું છે. આજે હું અનુક્રમે પાપ-પુણ્ય સંબંધી જ કીમતી ઉપદેશ આપના શ્રીમુખથી સાંભળવા ઈચ્છું છું.
સૂર–પાપ-પુણ્યની આત્મા ઉપર શી અસર થાય છે એ વિષય તત્વજ્ઞાન કિવા અધ્યાત્મવિદ્યાને લગતે છે. એટલે પામર અથવા મૂઢ મનુબે આત્માના સ્વાભાવિક નિર્મળ સ્વરૂપને અને પાપના અ.વરણને યથાયોગ્ય સ્વરૂપે ન સમજી શકે એ બનવા તેગ છે. પાપકર્મથી આત્માની અખૂટ શક્તિઓ કેમ દબાઈ રહે અને તેથી આત્મિક પ્રગતિમાં કેટલો વિલંબ થાય એ વાત પણ સા કેઈ ન સમજી શકે, પરંતુ પાપનાં ફળે તે સર્વત્ર જેવામાં આવે છે. પાપના પરિણામે મનુષ્ય માત્રને જે કઠેર દંડ સહન કરે પડે છે તે તે ગમે તે સ્થળે પ્રત્યક્ષ થઈ શકે એમ છે; છતાં આશ્ચર્ય છે કે કદાગ્રહને લીધે મનુષ્યો પાપનું કડવું ફળ ચાખવા છતાં તેથી નિવૃત્ત થઈ શકતા નથી. નીશામાં ચકર બનેલા દારૂડીયા લેક જેવી રીતે પિતાના તન મન-ધનની પ્રત્યક્ષ હાની નીહાળવા છતાં સમજી શકતા નથી તેવી રીતે સંસાર-ભ્રમણમાં જ આનંદ માનનારા જે પાપ અને તેનાં પરિણામેને પ્રત્યક્ષ અનુભવવા છતાં તે થકી વિરમતા નથી. જેઓ છતી આંખે આંધળી બનવા માગતા હોય તેમને વિશેષ શું કહી શકાય?
For Private And Personal