________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. બીજું કંઈજ નહીં પણ પૂર્વનાં પાપ-પુણ્ય જ સમજી લેવાં. મનુષ્ય પિતાની સાથે પૂર્વકર્મનું જે ભાતું લઈને આવે છે તેને જ પ્રાય: સંસારમાં ઉપભેગ કરે છે. જો એ ભાતું પુણ્યકર્મનું હોય તે તે સર્વત્ર માન-આદર અને સુખ-શાંતિ ભોગવે અને જો પાપકર્મનું હૈય તે તે બધે દુઃખ-નિરાશા અને આપત્તિઓથી ઘેરાએલો જ રહે. મનુષ્યની વર્તમાન સ્થિતિ ઉપરથી જ પાપ-પુણ્યનાં ફળને નિર્ધાર થઈ શકે છે. આ ખુલ્લી અને સ્પષ્ટ વાત પણ જેઓ જોઈ અને સમજી શકતા નથી, તેઓ સંસારના યથાર્થ સ્વરૂપને કદિ પણ સમજી શકતા નથી. એક આત્મા રાજાને ત્યાં દેહ ધારણ કરે છે અને એક આત્મા એવી ગરીબ ઝુંપડીમાં જન્મ લે છે કે જ્યાં ગર્ભ તીને પણ પુરૂં પોષણ ન મળી શકતું હોય, તે પછી આ નવા. આળકને તે ભાવ જ કેણ પૂછે? પાપ-પુણ્યની પ્રેરણા જ ન માનવામાં આવે તે ઉક્ત સમસ્યાને નિર્ણય થઈ શક્ત નથી. કંકામાં પાપથી જ માણસ પારકાને દાસ, મલિન, કેલીઓ, બેબડે, મુંગે અને દરિદ્ધી થાય છે. પૂર્વના પાપને લીધે જ મનુષ્ય નારકી અને પશુનીમાં જન્મ ધારણ કરી અસહ્ય દુઃખો અને યાતનાઓ વેઠે છે. પાપને પ્રતાપે જ મનુષ્ય હીનકૂળ, મતિમંદ તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થોથી ભષ્ટ અને સદા રોગી રહે. છે. આ સંસારમાં જીવને જે કાંઈ માઠું ફળ પ્રાપ્ત થાય, મનને જે કાંઈ પણ દુખ પ્રાપ્ત થાય તે સર્વ પાપનું જ ફળ
For Private And Personal