________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
આત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવા તરફ તે લેભ રાખવામાં આવે તો મનુષ્ય જાતિનું કેટલું બધું કલ્યાણ થાય ?
જે માણસ ઉપરના ચાર કષા ઉપર વિજય પ્રાપ્ત કરી પિતાની ઇદ્રિ ઉપર સંયમ રાખતા શીખે તેને શૂરવીરતા, ગંભીરતા, ઉદારતા, શુભ થાન, અધ્યયન અને તપસ્યાની પ્રાપ્તિ થયા વિના રહે નહીં.
શિષ્ય–પાપનાં પરિણામ તથા કારણે સમજાયાં. તે જ રીતે પુણ્યનાં પરિણામ અને કારણે જાણ્યાં હોય તે પુણ્યાચરણ સરલ થાય એમ હું માનું છું. તે કૃપા કરીને પુણ્યના વિષયમાં જરા વિશેષ સમજણ આપશે ? - સરિ–પુણ્યનાં શુભ પરિણામે એટલા બધા વિવિધ પ્રકારના હોય છે કે તેને સંપૂર્ણ ખ્યાલ આપવો અશક્ય છે. પુણ્ય કિંવા ધર્મથીજ જગતમાં પ્રશંસા કરવા ચોગ્ય કૂળ, ઉત્તમ જાતિ, મને હર રૂપ તથા આશ્ચર્ય જનક સિભાગ્ય પ્રાપ્ત થાય છે. પુણ્યથીજ મનુષ્યને નીરોગી પશું, લાંબુ આયુષ્ય, ભેગેથવા ગ્ય ધન તથા જ્ઞાન પ્રાપ્ત થાય છે. વધારે શું કહું ધર્મથી જ આ વિશ્વમાં મેઘની વૃષ્ટિ થાય છે, પુણ્યથી જ સર્વ વિશુદ્ધિ જળવાઈ રહે છે, ધર્મથી જ સમુદ્ર પિતાની મયાદાને કઈ કાળે પણ છેડતા નથી, આ જગતમાં જેટલું સુંદર-અનેહરસુખકર તથા કલ્યાણકર છે એ બધે પુણ્યને જ પ્રતાપ સમજ. ધર્મના પ્રભાવથી જ પૃથ્વી રસાતળ જતી બચી જાય છે, ધર્મથી જ મનુષ્ય ચાર પુરૂષાર્થોની સિદ્ધિ કરી શકે છે.
For Private And Personal