________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૫ર
વિવેક વિલાસ. એ વારેને વિષે સૂર્ય સ્વર તથા સેમ, બુધ, ગુરૂ અને શુકને વિષે ચંદ્રસ્વર સ્વામી તુલ્ય ગણાય છે. જે પ્રશ્નકર્તા આપણી જમણી બાજુ ઉભું રહી અથવા બેસી સવાલ કરે અને તે વખતે આપણે ચંદ્રસ્વર ચાલતું હોય તે સૂર્યની તિથિ અને વાર વિના તે ખાલી દિશાને પ્રશ્ન સિદ્ધ ન થાય. જે કંઈ આપણી પાછળ ઉભું રહી પ્રશ્ન કરે અને તે વખતે આપણે ચંદ્રસ્વર ચાલતો હોય તે કહી દેવું કે –“તારું કાર્ય સિદ્ધ નહીં થાય.”જે કઈ ડાબી બાજુ ઉભું રહી પ્રશ્ન કરે અને તે વખતે આપણે સૂર્યસ્વર ચાલતો હોય તે ચંદ્રગ સ્વરના વિના તે કાર્ય સિદ્ધ ન થાય. એજ પ્રકારે જે કઈ આપણું સામે અવી અથવા ઉચે રહી પ્રશ્ન કરે તથા તે વખતે સૂર્ય સ્વર ચાલતું હોય તે ચંદ્રસ્વરના સઘળા યે મળ્યા વિના તે કાર્ય કિઈ કાળે સિદ્ધ ન થાય.
શિષ્ય–સ્વરમાં પાંચ તત્વને પણ સમાવેશ થાય છે તે શી રીતે ?
સરિ–સ્વરજ્ઞાનની સાથે પાંચ તત્વ અને તેમના રંગ, આકાર તથા કાળનું જ્ઞાન ખાસ આવશ્યક ગણાય છે પૃથિવી, જળ, અગ્નિ, વાયુ, અને આકાશ એ પાંચ તત્વ ગણાય છે. તેમાં પહેલા બે–પૃથિવી અને જળને સ્વામી ચંદ્ર અને છેલ્લા ત્રણનો સ્વામી સૂર્ય છે. પૃથ્વી તત્વને વર્ણ પીળો, જળ તત્વનો સફેદ, અગ્નિ તત્તવન લાલ, વાયુ તતવનો ભૂરો તથા આકાશનો કાળો હોય છે. પૃથિવી તત્વ સામે ચાલે છે તથા નાસિકની બહાર ૧૨
For Private And Personal