________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩પ૦
વિવેક વિલાસ.
ચાલે તે કલેશ અને પીડા સહન કરવી પડે તેમજ દ્રવ્યની પણ ક્ષતિ થાય, તેજ પ્રકારે સૂર્યની તિથિમાં (કૃષ્ણ પક્ષની પ્રતિપદાના પ્રાત:કાળે) જે ચંદ્રસ્વર ચાલે તે પીડા, કલેશ તથા ચંચળતા અને રાજને ભય આવી નડે. કદાચ કૃષ્ણ અને શુકલપક્ષના પડવાને દિને પ્રાત:કાળમાં સુષના સ્વર ચાલતા જણાય તે આખા માસમાં લાભ-હાની સરખે સરવાળે થઈ રહે.
શિષ્ય–પખવાડીયાના પંદરે દિવસે વિષે એજ નિયમ લાગુ પડે ?
સરિ–અંધારીયાની પંદર તિથિઓમાં અનુક્રમે ત્રણ ત્રણ તિથિઓ સૂર્ય અને ચંદ્રની હોય છે. જેમકે પડવે, બીજ અને ત્રીજ એ ત્રણ તિથિએ સૂર્યની અને એથ, પાંચમ તથા છ એ ત્રણ ચંદ્રની ગણાય. આ રીતે અમાવાસ્યા સુધી સમજી લેવું. તેમાં ચંદ્રની તિથિમાં ચંદ્રસ્વર અને સૂર્યની તિથિમાં સૂર્ય
સ્વર ચાલતું હોય તે કલ્યાણકારી ગણાય. અજવાળીયામાં પણ - લગભગ એ જ નિયમ છે. તેમાં અનુક્રમે ત્રણ ત્રણ તિથિઓ ચન્દ્ર તથા સૂર્યની હોય છે. જેમકે પડ, બીજ અને ત્રીજ એ ત્રણ ચંદ્રની તથા ચેથ, પાંચમ અને છઠ્ઠ એ ત્રણ સૂર્યની ગણાય. આ રીતે પૂર્ણિમા પર્વત સમજી લેવું. ચંદ્ર તિથિમાં ચન્દ્રસ્વર અને સૂર્ય તિથિમાં સુર્યસ્વર પ્રાત:કાળે ચાલે તે કલ્યાણકારી લેખાય.
શિષ્ય–રાશીઓમાં કઈ કઈ રાશીઓ ચંદ્ર તથા સૂર્યની ગણાય ?
For Private And Personal