________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
ઉપપ
ને રાકી સ્વરમાંના તત્ત્વને નિહાળવે. જે તે વખતે ચંદ્ર સ્વરમાં પૃથ્વી તત્ત્વ ચાલતું જાય તે સમજવુ કે વરસ બહુ સારૂં આવશે, રાજા-પ્રજા સુખમાં રહેશે, પશુઓને માટે ઘાસ પુષ્કળ ઉગી નીકળશે, રાગ–શાક–ભય આદિ ઉપદ્રવા નહીં નડે. તેમજ ચન્દ્ર સ્વરમાં જળ તત્ત્વ જણાય તેા પણ તે ઉત્તમ ગણાય, કારણ કે વરસાદ બહુ થાય, અપરિમિત ધાન પેદા થાય, પ્રજા સુખી થાય, રાજા અને પ્રજા ધર્મ માર્ગે ચાલે અને પુણ્ય, દાન તથા ધર્મની ઉન્નતી થાય. હવે જો તેજ વખતે સૂર્ય સ્વરમાં પૃથ્વી તત્વ અને જળ તત્વ ચાલતુ જણાય તો સમજવું કે ફળ જેવુ જોઈએ તેવું સારૂ નહીં આવે. ઉપર કહ્યા તે સમયે જો એ સ્વરમાંના કોઈ પણ સ્વરમાં અગ્નિ તત્ત્વ ચાલતુ લાગે તા સમજવુ કે વરસાદ ખરાખર નહીં થાય, રાગ–પીડાના ઉપદ્રવ વધશે, દુર્ભિક્ષ પડશે અને દેશમાં દુઃખ ફેલાશે, તેમજ ગમે તે સ્વરમાં, ઉક્ત સમયે વાયુ તત્વ ચાલતુ જણાય તે સમજવુ કે રાજ્યમાં વિગ્રહ-લડાઇ થશે, વરસાદ પુરતા નહીં થાય, પશુઓને માટે થાયાગ્ય ઘાસ ચારા નહીં થાય; આકાશ તત્ત્વ ચાલતું જણાય તે મ્હોટા ભયકર દુષ્કાળ પડશે તથા પશુએ ઘાસ ચારા વિના ટળવળશે એમ સમજવું.
શિષ્ય~તે સિવાય સ્વરશાસ્ત્ર ઉપરથી વર્ષફળ જાણવાની બીજી પણ રીતિએ હશે શું ?
સરિ—જો ચૈત્ર શુદ પડવાને દિવસે પ્રાતઃ કાળે ચંદ્રસ્વરમાં પૃથ્વી તત્ત્વ ચાલતુ હાય તો વરસાદ પુષ્કળ પડે, વર્ષ
For Private And Personal