________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૩૩૫ માં જ સત્તા કિંવા સંપત્તિની ખરી સાર્થક્તા રહેલી છે. બાકી ખાવું-પીવું–એશ-આરામ કરે એ તે કાયર અને દ્રોહી મનુષ્યથી પણ બની શકે છે. પણ તેમાં કંઈ પુરૂષાર્થ નથી. ડાહ્યા મનુષ્ય દરિદ્રી અવસ્થામાં આવી પડેલા પોતાના મિત્રની, સ્વધમી બધુની, પોતાની અપેક્ષાએ કૂળ મર્યાદામાં અને ગુણમાં શ્રેષ્ઠ દરજજાના હોય તેવા માણસની તેમજ વિધવા કે વાંઝણી બહેનની યથાશક્તિ આસના-વાસના અવશ્ય કરવી જોઈએ. ગૃહસ્થ ધર્મ યથાયોગ્ય રીતે પાળવા ઈચ્છતા અને એ ઉક્ત કથન હંમેશા સ્મરણમાં રાખવું એટલું જ બસ નથી, તેવું પાલન પણ થવું જોઈએ.
શિષ્ય–આ જગતમાં સૈ કેઈ કપ્રિય થવા બનતું કરે છે, છતાં કેટલાક લોકપ્રિય થવાને બદલે ઉલટા હાસ્યાસ્પદ થઈ પડે છે તેનું શું કારણ?
સૂર–જેઓ આદર માન પૂર્વક દાન આપી શકે છે, અવસર એગ્ય રૂડા શબ્દો બેલી લેકેનું દિલરંજન કરી શકે છે અને પ્રસંગ પડયે ન્યાય યુક્ત શૌર્ય–બળ દર્શાવવામાં જેઓ પાછી પાની નથી કરતા, તેઓ ત્રણે જગતને વશ કરે એવા લોક પ્રિય થઈ પડે છે. માત્ર મહેટી હેટી વાતે કરવાથી અથવા સારાં સારાં વસ્ત્રાભૂષણે સજવાથી કેઈ કપ્રિય થઈ શકતું નથી. મીઠી વાણી, સરળ હૃદય, ત્યાગ અને સંયમ વગેરે વસ્તુઓ લેકપ્રિયતા સંપાદન કરવામાં અનિવાર્ય અગત્ય ધરાવે છે. સારાં વસ્ત્રાભૂષણેની બીલકુલ જરૂર જ નથી, એમ હું નથી કહેવા માગત, પિતાની પાસે પુષ્કળ દ્રવ્ય હોય અને
For Private And Personal