________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૨૮૯ શિષ્ય–સ્વાદ અસ્તિ અને સ્વાદ નાસિત તેમજ દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય એ કથનને ભાવ દાખલાથી સમજાવશે?
સૂરિ–સ્વાદ અસ્તિ એટલે અમુક અપેક્ષાએ છે અને સ્વાદ નાસ્તિ એટલે અમુક અપેક્ષાએ નથી. દાખલા તરીકે ઘડે એ ઘડાની અપેક્ષાએ વિદ્યમાન છે, પણ વસ્ત્રની અપેક્ષાઓ ઘડે એ વસ્ત્ર નથી. મતલબ કે એક જ વસ્તુમાં છે અને નથી એ બન્ને વાદ ઘટી શકે. વધારે સ્પષ્ટ રીતે કહું તે તમારામાં તમારા પિતાની અપેક્ષાએ પુત્રત્વ છે, પણ તમારા પુત્રની અપેક્ષાએ તમારામાં પિતૃત્વ હોઈ ત્રવનથી. વધારે વિસ્તાર થવાથી તમને કેટાળે આવશે એમ જાણે એ ચર્ચા લંબાવતા નથી. ધારું છું કે તમે મારો કથિતાશય સમજી શક્યા હશો. હવે દ્રવ્ય અને પયાયની વાત કરું. માટીને ઘડો નાશ પામવા છતાં તેના ઉપાદાન રૂપ જે માટી તેનો નાશ કદી થતો નથી. એટલે ઘડો નાશ પાપે એમ કહેવામાં આવે ત્યારે પર્યાય રૂ૫ ઘડે નાશ પામે એમ ગણાય; પણ માટી રૂપ દ્રવ્ય તે સદા વિદ્યમાનજ રહે છે. સુવર્ણના વિવિધ અલંકાર બને છે તે તમે જાણો છે. સુવર્ણ એ દ્રવ્ય છે જ્યારે અલંકાર એ પર્યાય રૂપ છે. એક અલંકારને નાશ કરી બીજું અલંકાર ઘડાવી શકાય છે. અર્થાત એક પર્યાયનો નાશ થાય છે, પણ મૂળ દ્રવ્ય તો જેમનું તેમજ રહે છે. પર્યાય અને દ્રવ્યનું એ રહસ્ય જાણવાજોગ છે. ૧૮
For Private And Personal