________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૩૨૭ વહેવારને માટે વાંધો ઉઠાવતા નથી. પરંતુ એને અર્થ એ તે ન જ થવું જોઈએ કે ક્ષમાશીલ પુરૂષ પ્રત્યે નિદંય-ર બનવું એ સહિસલામત છે. સુગંધી ચંદનનું મંથન કરવા છતાં ચંદન તે આખર સુધી પિતાનું કર્તવ્ય બજાવે જાય છે અને જગતને સુગંધી પુરી પાડે છે. સત્યરૂષે પણ તેવી જ રીતે પિતાને ધર્મ બજાવે છે. પરંતુ આપણે તેમના પ્રત્યે જેમ બને તેમ ભક્તિવાન અને શ્રદ્ધાવાન બનવાની કેશેષ કરવી જોઈએ. મલય પર્વત ઉપરના સાગનાં તથા બીજા એવા વૃક્ષો ચંદનના સંગમાં રહેવાથી ચં. દન સરખાજ બની જાય છે એવી કિંવદન્તી છે. જે જડ પદાર્થ આવી રીતે સમાગમને ઉત્તમ લાભ લઈ એ લાભ ચિરસ્થાયી રાખી શક્તા હેાય તે મનુષ્ય પ્રાણીએ મહાપુરૂની સારી સેબતને લાભ લઈ આત્મકલ્યાણ કરવા શા માટે ઉજમાળ ન થવું? મોટા પંડિતે, ધર્મશાસ્ત્રના પારંગત પુરૂષે, સારા ઉપદેશકે અને પ્રઢ વયના પુરૂષની સેવા કરવાને પ્રસંગ કવચિતજ પ્રાપ્ત થાય છે. એ પ્રસંગ ભાગ્ય વેગે પ્રાપ્ત થાય તે તે સાર્થક કરવા ચુકવું નહીં, મ્હારથી સારા લાગતા માણસના વચનમાં અથવા વ્યવહારમાં શિથિલતા-દંભ કે વ્યવહારથી વિરૂદ્ધ વર્તન જોવામાં આવે તે ડાહ્યા પુરૂષએ તેથી ભરમાઈ નહીં જતાં એવા મનુષ્યને સમાગમ વજે. કારણ કે જે માણસ પિતાનું હિત કે કલ્યાણ ન કરી શકે તે આપણું કલ્યાણ શી રીતે કરે ? સજાની પરીક્ષા કરવામાં તેના
For Private And Personal