________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
३२१
વિવેક વિલાસ. નથી. તેમાં પણ કેવલી ભાષિત ધર્મની ઉત્થાપના કરનારા, પતાને મત સ્થાપવાના કદાગ્રહથી આd, રે ધ્યાન કરનારા, પાખંડી, નિર્દય, યવન દેશના રહીશ, ઠગ, એકવાર આપણી સાથે લડેલા-ઝઘડેલા, બાળક, સ્ત્રીઓ, સેની, જળ, અગ્ની, સ્વામી, અસત્ય બોલનારા, નીચ લેકે, આળસુ, પરાક્રમી લડવૈયા, કૃતજ્ઞ, ચોર અને નાસ્તિક એટલા લેકેને કેઈ કાળે પણ વિશ્વાસ ન જ કરે, એમ આપણા પ્રાચીન ગ્રંથોમાં અનેક પ્રસંગ
એ પુરવાર કરવામાં આવ્યું છે. આ ઉપરથી સપુરૂષને પણ બીલકુલ વિશ્વાસ ન કરે એમ માની લેવાનું નથી. આપણે જેની પાસે હંમેશા રહેતા હોઈએ, પ્રસંગેપાત જેમની પાસે નિરંતર આવ-જા થયા કરતી હોય અને જેમનામાં ઠરેલપણુ વિગેરે ગુણાની આપણને ખાત્રી થઈ ચુકી હોય તેમની સાથે વિશ્વાસયુક્ત પ્રસંગે પાડવામાં વધે ન લઈ શકાય. સમાગમ વિના પુરૂષની કે સ્ત્રીની પરીક્ષા થતી નથી. એટલા માટે પ્રથમ સામાન્ય પ્રસંગે પાડી અમુક માણસ વિશ્વાસપાત્ર છે કે નહીં તેનો નિર્ણય કરે અને ત્યારપછી તદનુસાર વર્તન રાખવું. પરિચય અથવા સંત-સમાગમના પરિણામે જે કઈ શાંત-ક્ષમાશીલ અને ત્યાગી પુરૂષના સત્સંગને લાભ મળે તે તેને જીવનનું એક મહભાગ્ય માનવું. એવા પુરૂષે ઉપર વિશ્વાસ કિંવા શ્રદ્ધા મુકવામાં કોઈ જાતને બાધ નથી. ક્ષમાશીલ પુરૂષ જગતુમાં બહુ દુર્લક્ષ છે. તેઓ જગતના આક્ષેપ અને સંકષ્ટી મુંગે મોડે સહન કરવાને ટેવાયેલા હોવાથી આપણું અસભ્ય
For Private And Personal