________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૩૨
વિવેક વિલાસ.
લાગી જાય કે-“સારું સારું ખાવાનું તે તું ભરી રાખે છે, અમે તારા દુ:ખમાં શા માટે મદદ કરીએ?” અંગાંગી ભાવમાં એવા વિવાદને સ્થાન નથી. સમાજના એક અંગ તરીકે આપણે સમાજના દુઃખ-કચ્છની અવગણના ન કરવી જોઈએ. કેમ કે જ્ઞાતીમાં જે કલેશ અને કુસંપ ચાલતા હોય તે કેમના એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ તરીકે તમારે તે કલેશ-કુસંપ દૂર કરવા એ તમારું અન્યતમ કર્તવ્ય છે. કેમની નિંદા અથવા અવનતિ એ તમારી પિતાની જ નિંદા અથવા અવનતિ છે. કઈ પણ કેમમાં જ્યારે કસંપ વધે છે ત્યારે હારના લેકે કેમની નિંદા તે કરે છે જ પરંતુ તેની સાથે કેમના પ્રતિષ્ઠિત આગેવાન અને માનનીય ગૃહસ્થની પણ અપકીર્તિ કર્યા વિના રહેતા નથી. અને એમ બને એ તદ્દન સંભવિત છે. સારાંશ એ છે કે જ્ઞાતિની, સંઘની કે સમાજની કુસંપ-કલેશવાળી સ્થિતિ સુધારવાનું નિરંતર લક્ષ રાખવું જોઈએ. “જ્ઞાતીમાં કુસંપ ચાલે છે એમાં અમને શું?” એમ વિચારી ઉપેક્ષા ન કરવી. એક સ્થળે કહ્યું છે કે-“જ્ઞાતિઓ એકબીજાની સાથે કલેશ-કુસંપ કરવાથી પ્રાય: પાયમાલ થઈ જાય છે. તે જ જ્ઞાતી જે એકબીજાની સાથે સંપ અને સદ્ભાવ પૂર્વક વર્તન-વ્યવહાર રાખે તે જળમાં જેમ કમલિની વધે તેમ વૃદ્ધિ પામેઆપણી જ્ઞાતીઓ, જળમાં કમલિની વધે અને પૂર ભભકાથી ખીલે તેવી રીતે ઉન્નતીમાં આગળ વધે અને પ્રફલે એ દરેક પ્રયત્ન જ્ઞાતિના હિત ચિંતકેએ અને જ્ઞાતીના સેવકએ કરવું જોઈએ.
For Private And Personal