________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૩e છે? મારે કેટલે શ્રમ લેવાને છે? મારે બુદ્ધિભવ કેટલું છે? મારી શક્તિ કેટલા પ્રમાણમાં છે? મારા દુમને ક્યા ક્યા છે? હું કોણ છું ? હમણુ કે કાળ વર્તે છે? મારા હાથમાં કેવા કેવા સાધને છે? મારા સહાયકે કણ કણ છે? મારા કાર્યનું પરિણામ શું આવશે? દેશ તથા કાળની આખા સમાજ ઉપર કેવી અસર થઈ રહી છે? મારી સામગ્રી કેટલી છે? મારા વિરેધીઓ મને અમૂક વિષયમાં બાંધી લેવા પ્રયત્ન કરે તે મારે તેમની સામે કેવા ઉત્તરે તૈયાર રાખવા? આવી અને બીજી અનેક બાબતે ગૃહસ્થોએ વિચારવી જોઈએ. અવિચારીપણે જ્યાં ત્યાં પ્રવેશ કરવાથી આખરે માનહાની થાય છે, એટલું જ નહીં પણ જે કંઈ સાધન-સામગ્રી પાસે હોય તે પણ ગુમાવી દેવી પડે છે. વિચાર એજ મનુષ્યનું મનુષ્યત્વ છે. ભવિષ્ય માટે તૈયારીઓ કરવી અને એ તૈયારીઓ બરાબર થાય એટલા માટે પોતાને વર્તમાન અને ભૂતકાળ બરાબર વિચારે એ ડાહ્યા પુરૂષેનું પ્રધાન લક્ષણ હોય છે. જેઓ ઉપર કહા તેવા પ્રશ્નો વિચારી અગાઉથી તેના નિર્ણય કરી રાખે છે તેઓ વ્યવહારમાં કદાપિ નાસીપાસ થતા નથી. જીવન એક પ્રકારને સંગ્રામ છે. સંગ્રામમાં–યુદ્ધમાં જતાં પહેલાં સૈનિક જેવી રીતે પિતાના સામર્થ્ય અને સાધનની બધી તૈયારીઓ કરી લે તેવી જ રીતે મનુષ્ય માત્ર વ્યવહાર-સંગ્રામમાં પડતાં પહેલાં આસપાસની તમામ પરિસ્થિતિને એકાગ્ર ચિત્તે વિચાર કરી લે જોઈએ. પોતાની શક્તિ ઉપર હદ ઉપરાંતને વિશ્વાસ રાખનાર મનુષ્ય જેવી રીતે
For Private And Personal