________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૯૪
વિવેક વિલાસ.
રાગાદિક જ્ઞાનના સંતાન રૂપ વાસનાઓના સમૂળ ઉચ્છેદ તે
મુક્તિ.
શિષ્ય—ઐાદ્ધ સાધુનું બાહ્ય સ્વરૂપ કેવું હાય ? સૂરિ—ચમ, કમડળ, શિર મુંડન, ચીર, અપેાર પહેલા આહાર ગ્રહણ, સંધ અને રાતાં વસ્ત્ર એટલી વસ્તુઓ બદ્ધ મતના યતિયેાએ માનેલી છે.
શિષ્ય—સાંખ્ય મતના શૈા સિદ્ધાંત છે ?
સૂરિ—સાંખ્ય લોકોમાં કેટલાકો શિવને અને કેટલાકો વિષ્ણુને દેવ તરીકે માને છે; પરંતુ તત્ત્વાની ગણતરીમાં તેમની વચ્ચે કઇ ભેદ નથી. તેઓ કહે છે કે મુખ્યત્વે સત્વ, રજ અને તમ એ રીતે ત્રણ ગુણ છે. જ્યારે એ ત્રણે ગુણે! સામ્ય અવસ્થામાં સરખા પ્રમાણમાં હાય ત્યારે તે પ્રકૃતીના નામથી ઓળખાય છે. શિષ્ય—સાંખ્ય મતાનુયાયીઓ પ્રકૃતિમાંથી જગતની રચના કેવી રીતે માને ?
સૂરિ—પ્રકૃતિથી મહત્તત્વ, મહત્તત્વથી અહંકાર, અહું કારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયા—પાંચ કર્મેન્દ્રિયા, શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પર્શ એ પાંચ તન્માત્ર તથા મન થાય છે. પાંચ તન્માત્રથી અનુક્રમે પૃથ્વી, જળ, તેજ, વાયુ, અને આકાશ એ પાંચ મહાભુતા થાય છે. આ સર્વ ચાવીસ તત્ત્વરૂપ પ્રકૃતીનો વિસ્તાર થયા. હવે પ્રકૃતીથી છેક વેગળા રહેલા પુરૂષ છે. તેને સાથે લેતાં આ પચીસ તત્વોથી થયેલુ જગત્ સાંખ્યને મતે છે. તેઓ પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન એ રીતના ત્રણ પ્રમાણ માને છે.
For Private And Personal