________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૨૭
એટલે ઉપર ફેકવું તે (૨) અપક્ષેપણુ એટલે નીચે ફેંકવુ તે (૩) આકુચન એટલે ખેંચી લેવું તે (૪) પ્રસારણ એટલે પહેાળું કરવું તે અને (૫) ગમન એટલે જવુ તે એ પ્રમાણે કર્મ પણ પાંચ પ્રકારના હોય છે એમ તેઓ કહે છે. સામાન્યના બે પ્રકાર છે (૧) પર તથા (૨) અપર. વિશેષત્વ નિત્ય દ્રવ્ય ઉપર રહેનારા વિશેષ પરમાણુઓમાં હોય છે. અવયવ અને અવયવી, ગુણ અને ગુણી ઇત્યાદિ અયુત સિદ્ધ વસ્તુમાં માંહામાંહે રહેલા જે આધારા ધેય ભાવ રૂપ સબંધ તે વૈશેષિક મને સમવાય કહેવાય છે. સમવાયથી સમવેત વસ્તુનું જ્ઞાન થાય છે.
શિષ્યનૈયાયિકા અને વૈશેષિકાની મુક્તિ સબંધી માન્યતા કેવી છે?
સૂરિ-શબ્દ, સ્પર્શ વિગેરે વિષયા, ઇંદ્રિય, બુદ્ધિ, શરિ૨, સુખ અને દુ:ખ એટલી વસ્તુના અત્યંત અભાવ થયા પછી જે એક આત્માનું રહેવું તેને ન્યાય મતાનુયાયી—નૈયાયિક લેાકા મુક્તિ કહે છે. વેષિક લાકા એમ કહે છે કે ચાવીસ ગુણા જે ઉપર ગણાવ્યા તેમાંના (૧) બુદ્ધિ (૨) સુખ (૩) દુ:ખ (૪) ઇચ્છા (૫) દ્વેષ ( ૬ ) પ્રયત્ન (૭) ધર્મ (૮) અધર્મ અને (૯) સંસ્કાર એ નવ ગુણ્ણાના સમૂળે નાશ થવાથી મુક્તિની પ્રાપ્તિ થઈ ગણાય.
શિષ્ય—તેમના મતના સાધુઓનુ સ્વરૂપ કેવુ હાય ? સૂરિ—આધાર—પાત્ર, ભસ્મ, કાપીન-લ ંગોટી, જટા
For Private And Personal