________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
શ
વિવેક વિલાસ.
માર્ક, ગધેડાની માફક કે ઉંટની માફક ચાલ ચાલવી એ મનુષ્યને માટે શેાભાવહ નથી. ગજની, હુંસની તથા અળદની ધીમી -ધીર-ગંભીર ચાલ સર્વથા અનુકરણીય મનાય છે. માગે ચાલતાં જો સામે રાગી, વૃદ્ધ, બ્રાહ્મણ કે આંધળા મળે તા પ્રથમ તેને માર્ગ કરી આપવા જોઇએ. તેવીજ રીતે ગાય, પૂજય પુરૂષ, ગર્ભિણી સ્ત્રી કે માથે ભાર ઉંચકી આપનાર મજુર ને પણ આગળ માર્ગ કરી આપવા સજ્જનાએ એક બાજુ ખસી જવુ’ જોઇએ. એમ કરવામાં ભક્તિભાવ દર્શાવાય છે. એટલુંજ નહીં પણ દયા અને કર્તવ્ય પ્રત્યેના પ્રેમ પણ વ્યકત થઇ જાય છે. માર્ગમાં કોઇ સ્થળે કાચુ-પાકું ધાન્ય પડેલું હાય, 'પૂજવા ચેાગ્ય મંત્ર મંડળ પ્રતિષ્ઠિત કર્યું... હાય, ન્હાવાનુ પાણી નાંખી દીધેલુ હાય અથવા લેાહી તથા મૃત શખ પડયું હોય તે તેટલા વાનાં હિંદુ ઉલ્લંઘવા નહીં. તે સિવાય થુંક, કફ્, વિષ્ટા, મુત્ર, સળગતા અગ્ની, સર્પ અને શસ્ત્રધારી મનુષ્યને તે કદિ પણ ઓળંગવાના પ્રયત્ન ન કરવા. કાણુ કે તેમ કરવાથી આરાગ્યને, કિવા જીવનને હાની થવાના પુરેપુરા ભય રહે છે. કોઇ એકલાના ઘરમાં ગૃહસ્થે એકાકી જવું એ પણ સહિસલામત નથી. તેજ પ્રમાણે કોઇ ગૃહસ્થના ઘરમાં ઉપર ચઢીને અકસ્માત્ પ્રર્વશ કરવા એ પણ સભ્યતા ભરેલું નથી ગણાતું. ઉપર સૂચના મોકલાવ્યા પછી કે હારથી સાદ કર્યો પછી ગૃહસ્થાના ઘરમાં દાખલ થવાના પ્રયત્ન કરવા જોઇએ.
શિષ્ય—મનુષ્યે એક સ્થાનકથી અન્ય સ્થાનકે પ્રયાણુ કરવુ હાય તા ?
For Private And Personal