________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ
૩૧૯ સાધન વિના ઉલ્લંઘન કરતા નથી, એટલા માટે એવા પ્રસંગે કેએક સાધનને આશ્રય લેવામાં હરકતનથી:નદીમાં કે જળાશયમાં પાણી બહુ ઊંડું નહીં હોય એમ વગર વિચારે માની લઈ કુદી પડવું એ જીવને જોખમમાં નાંખવા બરાબર ગણાય. * શિષ્ય–મુસાફરીમાં કોઈ સ્થાને આશ્રય લે હોય તે કેવું સ્થળ શોધવું ?
સરિ–મુસાફરીમાં ઠગારા લોકે, કર માણસ, નરપિશ તથા ચુગલી ખેરેના ઘણા ઉપદ્ર નડે છે. એ ઉપદ્રથી દૂર રહેવું હોય તે એવા લુચ્ચા અને ઠગારાઓના આશ્રમમાં કદાપિ કાળે પણ આશાઓસ લેવા ન ઉતરવું એટલું જ નહીં પણ ઉપર કહ્યા તેવા લોકો સાથે વાતચીત કરવાનો કે ક વખતે હરવા ફરવાને–પણ પ્રસંગ ન પાડે. ખરાબ મિત્ર જેમ આપણું અંદર રહી ધીમે ધીમે ફેલી ખાય છે તેવી રીતે લુચ્ચા અને દગાખોર માણસે પ્રથમ ઉપર ઉપરથી મીઠું બોલી, મેહપાશમાં ફસાવી ધન અને લેહી ચુસી લે છે. મારે કહેવાને હેતુ એ છે કે ઠગારાના ઘરમાં, ભર જંગલમ, ગણિકાના ઘરમાં, ધર્મના સ્થાનકમાં તથા પાણીની પરબ ઉતારે ન રાખે તેમજ ત્યાં લાંબા વખત સુધી વાતોના ગપાટા મારતા બેસી પણ ન ર વું. બંદીખાનું, ફોસી દેવાનું સ્થાનક, જુગારીને અખાડે, જ્યાં પિતાને એકવાર પરાભવ થયો હોય તેવું સ્થાનક, ભાંડાગાર તથા અન્યના અંતઃપુરમાં આશ્રય ન લે, જે સ્થાન મનને પ્રથમ દ્રષ્ટિએ જ અણગમ ઉપજાવે
For Private And Personal