________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૨૧
સૂરિશિષ્ય સંવાદ.
(૧૦) શિષ્ય—આજે આપે નીતિ સંબંધી વિશેષ ઉપદેશ સંભળાવવાનું કહયું હતું.
સૂરિ–વિશેષ ઉપદેશમાં મારે ઘણું અગત્યની વાતે રજુ કરવાની છે. અત્યાર સુધી આપણે જે એક વિષયને લક્ષમાં રાખી વાર્તાલાપલંબાવતા તેમ આજના વિષયમાં નહી બની શકે. કારણ કે હું કંઈ એકજ બાબત ઉપર વિશેષ કથન નથી રજુ કરવા ઇચ્છતે. મતલબ એ છે કે ભિન્ન ભિન્ન વિષય ઉપર ચર્ચા ચલાવવાની હોવાથી એક વાતને બીજી વાત સાથે સંબંધ ન જણાય છે તેથી અકળાશે નહીં. એ વાત તે પ્રકટજ છે અને તે એ કે વિષયને એક બીજા સાથે ભલે દેખીતે સંબંધન હોય તે પણ જીવનને તે એ બધી વાતે સાથે એક સરખો સંબંધ રહેલે જ છે.
શિષ્ય–મને તેમાં હરક્ત નથી. ખાસ પુછવા જેવું હશે તે જ આપને પ્રશ્ન કરીશ. બાકી આપના અસંબદ્ધ જણાતા ઉપદેશને માટે મારું હૃદય ખુલ્લું જ રહેશે એવી ખાત્રી આપું છું,
સૂરિ–અસ્તુ. આપણે આજ સુધી જે સ્થળે જ્ઞાનચર્ચા કરતા આવ્યા છીએ તે સ્થળ એક ધર્મસ્થાનક તરીકે પ્રસિદ્ધ છે. અહીંઆ આપણું જ્ઞાનગોષ્ટી ચાલતી હોય તેવે વખતે ગમે તે આવીને બેસી જાય અને પિતાની બુદ્ધિ કે ગ્યતા અનુસાર બધામૃતના બે-ચારબિંદુ લઈ જાય એમાં આપણને કશી હાની ૨૧
For Private And Personal