________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૧૨
વિવેક વિલાસ.
આપે છે. પાપી પુરૂષની દષ્ટિ નીચી, વ્યગ્ર ચિત્તવાળાની શૂન્યતાવાળી, રાગી પુરૂષની પાછી વળનારી, મધ્યસ્થ પુરૂષની મધ્ય પ્રદેશમાં રહેનારી, સજજન પુરૂષની સરળ, નિર્દેશ માણસની આડી-અવળી, કામી પુરૂષની વિકારવાળી, અદેખાઈ કરનાર માણસની ભમરાના વારંવાર મરડને લીધે વક્રતાવાળી, મન્મત્ત પુરૂષની આમતેમ ભમનારી, દીન પુરૂષની આંસુથી મલીન થયેલી, ચોરની ચંચળ, નિદ્રાળુ મનુષ્યની ભાન વિનાની અને ડરી ગયેલા માણસની દષ્ટિ શક્તિતા ત્રસનાવાળી હોય છે. આ સિવાય બીજ પણ દષ્ટિના ઘણા ભેદ છે, પરંતુ તે બધાનું વર્ણન કરવાને અત્યારે પ્રસંગ નથી.
શિષ્ય–નેત્ર પરીક્ષા દ્વારા મનુષ્યનું ભાવી જોઈ શકાય એ ક્યા નિયમ પ્રમાણે
સૂરિ–આના છેડા રાતા તથા સ્વાભાવિક રીતે નિર્મળ હોવા જોઈએ. કીકીના બે પડખા સફેદ તેમજ નિર્મળ હોય તે ઉત્તમ ગણાય છે, તેવી જ રીતે કીકી કાળી તથા નિર્મળ હોય તે તે ઉત્કૃષ્ટ ગણાય. મનુષ્યના સ્વભાવ તથા આંતરભાવમાં જેમ જેમ ફેરફાર થાય તેમ તેમ નેત્રના સ્વરૂપમાં પણ ફેરફાર થાય એ નિયમ છે. મનુષ્યમાં જ્યારે અધમતા પ્રવેશ કરે છે, ત્યારે તેની દષ્ટિ પણ ખરાબ વર્ણવાળી, ભૂરા રંગની, ભમતી અને ચંચળતાવાળી બનતી જાય છે. કુદરતી રીતે જેની દષ્ટિમાં ચક્કસ લક્ષણો હોય તે ઉપરથી જે તેના ભાવીનું અનુમાન બાંધવામાં આવે તે તે અક્ષરશ: સત્ય નિવડે.
For Private And Personal