________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
અને યજ્ઞોપવિત–જઈ એટલાં વાનાં ધારણ કરનારાં તાપસે, મંત્ર તથા આચારના ભેદથી ચાર પ્રકારના હોય છે. (૧) શૈવ (૨) પાશુપત (૩) મહાવ્રતધાર અને (૪) કાલમુખ.
શિષ્ય—નાસ્તિકોના મંતવ્યમાં બહુ માલ નહીં હોય?
સૂરિ–જેઓ આત્મા, પુણ્ય, પાપ, કે પરલેક જેવી. વસ્તુને બીલકુલ માનતા ન હોય તેઓ નાસ્તિક ગણાય છે. તેએ પદાર્થ તથા દ્રવ્ય-ગુણની યુક્તિ-પ્રયુક્તિમાં ઝાઝું માથું મારતા નથી. તેઓ સર્વ વસ્તુને પંચ મહાભૂતમાંથી–જડમાંથી બનેલી માની લે છે. આત્મા જેવી કે વસ્તુને સ્વીકારવાની માથાફૂટમાં પડતા નથી! પ્રમાણમાં પણ તેઓ કેવળ એક જ પ્રમાણ સ્વીકારે છે અને તે પ્રત્યક્ષ પ્રમાણે, મતલબ કે જે પ્રત્યક્ષ થઈ શકે એમ હોય તેને જ સ્વીકાર કરે. બાકી બીજા પ્રમાણેની પરવા ન કરવી એ નાસ્તિક મતને આશય છે.
શિષ્ય–ષ દર્શનની સંક્ષિપ્ત વ્યાખ્યા આપતાં આપે જે પ્રમાણેનો ઉલ્લેખ કર્યો તેને સવિસ્તર ખુલાસે હજી નથી થ.
સર—પાંચે ઈન્દ્રિયને જે પિત પિતાના વિષયેનું જ્ઞાન થાય તે પ્રત્યક્ષ પ્રમાણથી ઉત્પન્ન થયેલું જ્ઞાન ગણાય. આ પ્રમાણુ ઘણુંખરું ખોટું પડતું નથી. કારણ કે તે સાવ સ્પષ્ટ હોય છે. કેઈ એક હેતુ ઉપરથી અમુકની કલ્પના કરી લેવી તે અનુમાનજન્ય જ્ઞાન કહેવાય છે. દાખલા તરીકે ધુમાડો દેખી ત્યાં અગ્નિ હેવાનું કહેવું તે અનુમાન. પૂર્વ અનુમાન, શેષ અનુમાન અને સામાન્ય અનુમાન એમ અનુમાનના પણ ત્રણ પ્રકાર છે.
For Private And Personal