________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૦૨
વિવેક વિલાસ.
કરનારું, સ્વાર્થને સાધનારૂં, , મીઠું, અહંકાર વિનાનું અને ને કાર્યને સાધે તેવું સયુક્તિક અને વિચારપૂર્વકનું વચન ઉચ્ચારવું. સભામાં કઈ કંઈ પૂછે અથવા બોલવાનું પ્રાપ્ત થાય તે નિર્મળ સત્ય, મિષ્ટ, ઉખલતા વિનાનું તથા દીનતા રહિત વચન એવી રીતે બોલવું કે જેથી શ્રોતાઓનાં મન પ્રસન્ન થાય અને વક્તા તરફ માન બુદ્ધિ ઉદ્ભવે. હંમેશા વ્યવહારમાં પણ ઉદાર, વિકથા વિનાની, ગંભીર, ઉચિત, સ્થિર અને અપશબ્દ વગરની વાણી બોલવી. આપણું વચનથી કે ઇના મર્મનો ભેદ ન થે જોઈએ અર્થાત્ કેઇનું દીલ ઈરાદા પૂર્વક ન દુભવવું જોઈએ.
( શિષ્ય–ડાહ્યા માણસની વાણમાં મન મેહકપણું હોય છે તેનું શું કારણ હશે ?
સૂરિ–તેઓ હંમેશા સંબંધને અનુસરતું જ બોલે છે. તેમની ભાષામાં વ્યાકરણને દેષ કે પરસ્પર વિરૂદ્ધતા જેવું કંઈ હેતું નથી. સામાન્ય માણસની માફક તેઓ વાત કરતાં કરતાં ખડખડ હસતા નથી કે ગમે તેવું કઠેર કે અસ્પષ્ટ વચન પણ નાંખી દેતા નથી. વાત કરતાં હસવું આવે તે પણ કુલીન પુરૂષ માત્ર હઠ પહોળા થાય તેટલું જ સ્મિત હાસ્ય કરે છે. મર્યાદાનું ઉલ્લંઘન કરી જોરથી હસી પડવું એ અભદ્રતા ગણાય છે. હસવું પણ એવું હોવું જોઈએ કે જે અવસરને કે પ્રસંગને અનુકૂળ હોય. વાત વાતમાં હસી પડવું એ એગ્ય નથી.
શિષ્ય—આપણે કઈ પ્રશંસા કરે અથવા નિંદા કરે તે તે વખતે શું કરવું ?
For Private And Personal