________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૯૦
વિવેક વિલાસ,
શિષ્ય—આપણામાં જે નવ તત્ત્વા સ્વીકારવામાં આવ્યા
છે તે કયા કયા ?
સૂરિ—(૧) જીવ, (૨) અજીવ, (૩)
પુણ્ય, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સવર, (૭) અંધ, (૮) નિર્જરા અને (૯) મોક્ષ. કેટલાક આચાર્ય, પુણ્ય અને સંવર તથા પાપ અને આશ્રવને જૂદા જૂદા નહીં ગણુતા એકમાં ખીજાના સમાવેશ કરી દે છે; તેથી તેમનાં િિંદુથી સાત તત્વા ગણાય છે. વસ્તુત: તેમાં કંઈ મહત્ત્વના ભેદ નથી.
શિષ્યજીવન–અજીવ વિગેરેની વ્યાખ્યા પણ હશે ને ? સૂરિ—આગમાદિક ગ્રંથો અને સુત્રામાં તે વિષે જોઇએ તેટલેા વિસ્તાર મળી આવે છે. તે પણ ટુંકામાં તેની વ્યાખ્યા એવી રીતે આપી શકાય કે જેમાં ચેતના હોય તે જીવ, જેમાં તેવી ચેતના ન હેાય તે અજીવ, કર્મ ના શુભ પુદ્ગલ તે પુણ્ય, તે કર્મના અશુભ પુદ્ગલ તે પાપ, જીવના કર્મની સાથે સબંધ થવા તે આશ્રવ, જીવને અંધન કરનારાં કમેનેિ રોકવા તે સંવર, કોના બ ંધ થવા તે બંધ, કને ખપાવવા તે નિર્જરા અને આઠે કર્મીને ખપાવી સર્વ પ્રકારના કમાંથી છૂટા થવુ તે મેાક્ષ શ્રી જીન ભગવાને મેક્ષનું જે સ્વરૂપ ભાખ્યું છે તે પણ જાણવા જેવું છે, જેમની જ્ઞાન, દર્શન, વીય અને સ્થિતિ એ ચારે વસ્તુ અનંત–કોઇ કાળે પણ નાશ ન પામે એવી છે, તથા આઠ કર્મના ક્ષયથી સિદ્ધશીલાએ રહેલા જવનું પામ્યું આ સંસારમાં આવવાપણું રહેતુ નથી તે મુક્તિ કહેવાય.
For Private And Personal