________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
કરી શકાય છે. બાકીના સ્થાનકેમાં તે કષ્ટસાધ્ય, અતિશય કષ્ટસાધ્ય અને અસાધ્ય થતું જાય છે.
શિષ્ય–જૂદી જૂદી જાતના વિષની અસર પણ જુદી જૂદી થતી હશે? -
સરિ–અગ્નિમય વિષ હોય તે તેથી ઘણે તાપ લાગે, વરૂણનું વિષ હોય છે તેથી જડતા-મૂછોવસ્થા ઘણે લાંબે વખત ચાલે અને જે વાયુનું વિષ હોય તે રોગીને પ્રલાપ --બકબકાટ ચાલ્યા કરે. એ રીતે ઝેરના ત્રણ લક્ષણ સામાન્ય રીતે પ્રચલિત છે.
( શિષ્ય–દરદીનું વિષ દૂર થશે કે નહીં તે તત્કાળમાં કેવી રીતે જાણી શકાય?
સરિ–જેને સર્પદંશ થયેલ હોય તેની બંને આંખમાં મને રીનું બારીક ચૂર્ણ આંજવું, જે એ અંજનથી દરદીની આંખમાંથી આંસુ વહેવા લાગે તે સમજવું કે હજી દરદીને માટે જીવવાની આશા છે ખરી, જે એવું પાણી ન નીકળે તે જીવનની આશા મુકી દેવી.
શિષ્ય–વિષમય સર્પદંશ થવા છતાં કેટલાક મનુષ્ય અણીશુદ્ધ બચી જાય છે તેનું શું કારણ?
સૂરિ–એ કારણ જાણવું હોય તે તમારે મનુષ્યની અમૃતકળા ક્યારે ક્યા સ્થાને હોય તે સમજવું જોઈએ. તમારા હિતાર્થે એ બાબત જરા વિસ્તારથી કહીશ. શુકલ પક્ષના પડવાથી માંડી પુનમ સુધી અનુક્રમે (૧) પગને અંગુઠ, (૨) પગને
For Private And Personal