________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૨૩૯ કે પામર સિવાય બીજું શું નામ ઘટે? વિરાગ્નિ કોધથી કે બદલે લેવાથી નહીં પણ ક્ષમા શાંતિ કે પ્રીતિ રૂપી અમૃત સીંચવાથી જ શાંત થાય છે. વળી એક બીજી વાત પણ સમજી લે. તમારે વૈરી તમારી પ્રત્યે વેર રાખી કર્મને બે ભારે કરતે જાય, તેની સાથે તમે પણ તમારા અંત:કરણમાં વેરના બીજ વાવી પિષણ કરતા જાઓ તો તેથી તમને પિતાને કે જગતને શું વિશેષ લાભ થવાને હતે? વરનું પ્રમાણ જગતમાં વધે તે સિવાય બીજું શું થાય? એટલા માટે જ મેં તમને કહ્યું છે કે આપણે ઘેર આપણે વૈરી આવે તે પણ તેને શાંત દ્રષ્ટિથી જ મીઠી વાણીથી બેલા, તેને સત્કાર કરવા તેની હામે જવું, તેને આસન આપી બેસવાની વિનંતી કરવી અને યથાશક્તિ ભેજન-પાન તથા તાંબુલવિગેરે આપી તેને શ્રમ દૂર કરે. આમ કરવાથી તમારે એક વખત કટ્ટો શત્રુ પણ તમારે મિત્ર બની જશે. જગતમાં મૈત્રી ભાવને પ્રચાર કરવાને તેમજ વૈર-કોધ ઓછા કરવાને એજ એક રાજમાર્ગ છે.
શિષ્ય–આપની કીમતી સલાહ માટે આપને એટલે આભાર માનું તેટલે ઓછો જ છે. હું મારા વૈરીઓ પ્રત્યે પણ ક્ષમા-પ્રીતિનું જળ છાંટી મૈત્રી ભાવને પરિચય આપવાને નિશ્ચય કરું છું. હવે ઘરની આસપાસ કેવાં વૃક્ષો હોવાં જોઈએ તે વિષે કંઈ કહેશે?
સૂરિ–પણ તે પહેલાં ઘર કયા કયા સ્થાનેથી દૂર હોવું જોઈએ તે જાણવું ઉચિત છે. ઘર જે દેવ મંદિરની પાસે હોય
For Private And Personal