________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ર૪૬
વિવેક વિલાસ. એક સરખો મળી શકતું નથી. ન્યાયથી ઉપજેલું દ્રવ્યજ તે પાછળ ખરચવું જોઈએ. એક માણસ અનીતિ અને અસત્યથી ધન ઉપાજૅ અને પછી પ્રતિમાજી બનાવરાવી ધર્મ કરવાની અભિલાષા રાખે એ દેખીતી રીતે જ બેહંદુ લાગે છે. મતલબ એ છે કે અન્યાયથી ઉપજેલા દ્રવ્યમાંથી પ્રતિમા બનાવનાર અને પ્રતિષ્ઠા કરનાર પિતાની ઈષ્ટ સિદ્ધિ કરવાને બદલે ઉલટી અધોગતિ કરે છે. પ્રતિમાજી કયા પાષાણમાંથી બનાવી શકાય એ પ્રશ્ન પણ મહત્વનું છે. એમાં ધ્યાન રાખવાનું છે તે એજ છે કે એ પત્થર મેં આગળ કહ્યું તેમ ખાસ પસંદગીવાળો અને શાસ્ત્રોક્ત પદ્ધત્તિસરનો હવે જોઈએ. કેઈએ ઘરકામ સારૂ અમુક પાષાણ આર્યો હોય તેમાંથી જે પ્રતિમાજી બનાવવામાં આવે તો તે પણ પૂજાદિકથી થનારી ઉન્નતીમાં ફળપ્રદ ન થતાં ઉલટી વિહ્વકર થઈ પડે,
શિષ્ય–પ્રતિમાની રચના અને પ્રાસાદના બંધારણ વચ્ચે કંઈ સંબંધ હશે ખરો?
સૂરિ–પ્રાસાદના ચોથા ભાગ જેટલી પ્રતિમા પસંદ કરવા યોગ્ય છે. પણ ઉત્તમ લાભ પ્રાપ્તિને અર્થે તે ચોથા ભાગમાં એક આંગળી ઓછી–વસ્તી પણ કરી શકાય છે. ડાહ્યા કારીગરે પ્રાસાદના ચોથા ભાગનાં દશ ભાગ કરી, તે દશમે એક ભાગ પ્રાસાદના ચોથા ભાગમાં એ છે કરી અથવા તેમાં એક દશમ ભાગ ઉમેરી તેટલા પ્રમાણની પ્રતિમા તેયાર કરે છે. સર્વે ધાતુ એની, રત્નની, સ્ફટિકની અથવા પ્રવાલની પ્રતિમાને આ નિયમ
For Private And Personal