________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૫૩
સુરિ શિષ્ય સંવાદ. કપિલ વર્ણનું પડે તે ઉંદર, કૃષ્ણવર્ણ પડે તે સર્ષ અને ચિત્ર વર્ણ પડે તે વીંછી આદિ જીવ-જંતુઓ તેની અંદર છે એમ જાણવું. આ રીતે પરીક્ષા કરવામાં ન આવે અને જીવ-જંતુઓ રહી જાય છે તેથી સંતતી, સંપદા, પ્રાણુ અને રાજ્યને પણ નાશ થાય.
શિષ્ય-–પ્રતિમાજી બનાવવાના કાષ્ટમાં કેવા કેવા દે હોઈ શકે કે જેથી તે નિવારવાની સાવધતા રાખી શકાય?
સૂરિ–પ્રતિમાના કાણમાં તેમજ પાષાણમાં પણ જે ખલે, છિદ્ર, પોલાણ જીવનાં જાળાં, સાંધા, મંડલાકાર રેખાઓ તથા ગાર હોય તે તે મહા દેષમય ગણાય છે. પ્રતિમાજી નિમિત્તના પાષાણ તથા કાષ્ઠમાં કવચિત્ લીટાઓ અથવા રેષાઓ પડેલી જોવામાં આવે છે, પણ જે તે મૂળ વસ્તુના રંગને મળતી હેય તે તેમાં કંઇ દેષ નથી, પણ જે મૂળ વસ્તુના વર્ણથી ભિન્ન વણવાળી હોય તે તે દેષયુક્ત ગણાય છે. એવા દો નિવારવાની સાવચેતી રાખવી એ જીન પ્રતિમાના ભક્તોનું પરમ કર્તવ્ય છે.
શિષ્ય–આજે શિલ્પકળા, પ્રતિમા રચના અને પ્રાસાદ, નિર્માણ જેવા બહુ ઉપયોગી વિયેની લંબાણ ચર્ચા કરી આપને જે શ્રમ આવે છે તે બદલ અંતઃકરણ પૂર્વક ક્ષમા ચાહું છું. આજે આટલેથીજ વિરમીએ એવી મારી પ્રાર્થના છે.
સૂરિ—તથાસ્તુ!
For Private And Personal